Aapnu Gujarat
Uncategorized

ધોરાજીની તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને વિનામૂલ્ય પતંગ વિતરણ કરાયું

ધોરાજીમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ કુંભારવાડા ધોરાજી દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે બાળકોને વિનામૂલ્યે પતંગ વિતરણ ધોરાજીના મામલતદાર જોલાપરા તથા ટ્રસ્ટના પ્રમુખ રાજુ બાલધાની ની ઉપસ્થિતિમાં કરેલ જેમાં આશરે સંસ્થા દ્વારા બે હજારથી પણ વધારે પતંગનું વિતરણ કરેલ જેમાં આશરે ૩૦૦ બાળકોએ લાભ લીધેલ તેમજ ટ્રસ્ટ દ્વારા બાળકોને તથા વાલીઓને સમજણ આપી જણાવેલ કે ઈલેક્ટ્રીક તારથી દૂર રહેવું તેમજ કપાયેલા પતંગ પાછળ દોડવું નહીં તેમજ વહેલી સવારે તેમજ ઢળતી સાંજના સમયે પતંગ ઉડાડવી નહીં જેથી કરીને પક્ષીઓને ઇજા ન થાય. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એ.વી. દિનેશ ઠુમર ચેતન બાલધા શૈલેષ બાલધા જ્યંતિ બાલધા વગેરે કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

રામદેવપીર ધૂન મંડળ વેરાવળમાં આકર્ષણનું કેન્દ્ર

aapnugujarat

માંગરોળ અને ચોરવાડ વચ્ચેના દરીયામાં લાઈન ફિશિંગ બાબતે તકરાર

aapnugujarat

ભાવનગર રેલવે મંડલ પર ગણતંત્ર દિવસ સંપૂર્ણ ઉત્સાહથી ઉજવાયો

editor

Leave a Comment

UA-96247877-1