Aapnu Gujarat
ગુજરાત

નવરાત્રી ધામધૂમથી ઉજવાશે પણ મોંઘવારી ખેલૈયાઓનેે નડશે

ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું, પરંતુ રાજ્ય સરકારમાં મળેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાતાં આ વખતે ગરબારસિકો ગરબાની મજા માણી શકશે. રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત ૯ શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં દર વર્ષે વાઈબ્રેન્ટ ગરબા યોજાતા હોય છે અને અહીં રાજયભરમાંથી ગરબા રસીકો ગરબા રમવા આવતા હોય છે
કોરોનાને કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી માત્ર સોસાયટીઓ અને શેરીઓમાં જ થઈ હતી પરંતુ આ વર્ષે સરકારે તમામ જગ્યાએ નવરાત્રીની મંજુરી આપતા લૉ-ગાર્ડન ખાતે બજારોમાં ચણિયાચોળી ખરીદવા લોકો ઉમટી રહ્યા છે લૉ-ગાર્ડન ખાતેના બજારમાં અત્યારથી જ લોકો નવરાત્રીની ચણીયાચોળી ખરીદી રહ્યા છે. સાથે જ આ વર્ષે વધી રહેલા ડીઝલ- પેટ્રોલ અને અન્ય સામાનની જેમ ૨૦ થી ૩૦ ટકાનો પ્રતિ ચણીયાચોળીમાં પણ ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે.
લો ગાર્ડન ખાતે ચણિયાચોળી ઉપરાંત કેડિયા, પાઘડી, ગૂંથણ કામ કરેલા વસ્ત્રોનું પણ સારું એવું વેચાણ થઈ રહ્યું છે આ વર્ષે લો ગાર્ડન ખાતે ૨૦૦૦ થી લઈ ૧૦ હજાર સુધીની અવનવી ચણિયા ચોળી બજારમાં છે. ભરતગૂંથણની સાથે સ્ટાઇલિસ્ટ ચણિયા ચોળી, કેડિયાની ધૂમ છે. પરંતુ બધામાં ભાવ આસમાને છે જે ચણીયાચોળી ગયા વર્ષે ૨૦૦૦માં મળતી હતી તેનો ભાવ અત્યારે સરેરાસ ૨૫૦૦ થી ૨૭૦૦ થઈ ચુક્યો છે અને તેની પાછળનું મુખ્ય કારણ તમામ જગ્યાએ થયેલા ભાવ વધારા અને જીએસટી છેનવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રિને યોજવા અંગે સરકારે જાહેરાત પણ કરી દીધી છે અને આ વર્ષે જીએમડીસીમાં વાઈબ્રેન્ટ ગરબા પણ યોજાશે. આ વર્ષે ગરબા થવાના હોવાથી ખેલૈયાઓમાં ઉત્સાહ અનેરો છે. ત્યારે અમદાવાદની ઓળખ એવા લો ગાર્ડન માર્કેટ મોડે સુધી ખુલ્લું રહે છે. શહેરના મધ્યમાં આવેલુ આ માર્કેટ ચણિયાચોળી માટે ખૂબ જાણીતું છે. અહીં અમદાવાદ તેમજ અન્ય શહેરોમાંથી પણ લોકો ચણિયાચોળી ખરીદવા માટે આવે છે. ગુજરાતીઓના ગરબા વિશ્વમાં વખણાય છે અને આ ગરબાની ખરીદીનું માર્કેટ પણ દેશભરમાં જાણીતુ છે ત્યારે અત્યારથી જ આ માર્કેટમાં ધીમે ધીમે ભીડ જામવાની શરુઆત થઈ ચુકી છે.. અનેક એવા લોકો હોય છે કે નવરાત્રી પહેલા પોતોની સંપુર્ણ ખરીદી કરી લેતા હોય છે જેથી સસ્તુ અને સારી ચણીયાચોળી મળી રહે.

Related posts

અમદાવાદના ચાંગોદરમાં નેપાળી યુવકની ઢોર માર મારીને હત્યા

aapnugujarat

શહેરા સિટીમાં દબાણ હટાવાયું

editor

વેરાવળના દાનાભાઈ ચાવડા અને રામભાઈ કટારીયાએ હરીદ્વાર થી સોમનાથ પદયાત્રા કરી ગંગાજળ સોમનાથ મહાદેવનું અર્પણ કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1