Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જર્મનીમાં સખ્ત લોકડાઉન લાગુ

બ્રિટન બાદ હવે જર્મનીએ પણ લોકડાઉન નાંખવાની જાહેરાત કરી છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશમાં ૩૧ જાન્યુઆરી સુધી લોકડાઉન લાદવાની જાહેરાત કરી હતી. આ સાથે લોકડાઉનના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. એન્જેલા મર્કલે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે.અમે ૩૧ જાન્યુઆરી સુધી દેશમાં લોકડાઉન લગાવી રહ્યાં છીએ. અમે લોકોના હિતમાં પગલું ભર્યું છે.
સમગ્ર જર્મનીમાં પ્રથમ વખત બિન જરૂરી યાત્રા માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમ પ્રમાણે ઘરમાંથી કોઈ એક જ વ્યક્તિ મંજૂરીથી બહાર નીકળી શકશે. તે સિવાય કોઇ બહાર નહીં જઈ શકે.
ગાઇડલાઇન મુજબ, જાન્યુઆરીના અંત સુધી દુકાનો અને રેસ્ટોરાં બંધ રહેશે. મહિનાના અંત સુધી ઓનલાઇન યોજાતા વર્ગોની સાથે સ્કૂલો પણ બંધ રહેશે. આ અંગે જાણકારી આપતાં ચાન્સેલરે કહ્યું કે, ૨૫ જાન્યુઆરીએ સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે.

Related posts

अनुच्छेद ३७० को हटाना भारत का आंतरिक विषय : MQM के संस्थापक अल्ताफ हुसैन

aapnugujarat

ઈઝરાયેલમાં પણ આઈએસ ઘૂસ્યું?ઃ મચાવ્યો આતંક

aapnugujarat

स्वीडिश अदालत ने खारिज की असांजे को हिरासत में लेने की याचिका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1