જેરુસેલમમાં એક ઈઝરાયેલી મહિલા પોલીસકર્મીની હત્યા કર્યા પછી ત્રણ પેલેસ્ટાઈનીઓની હત્યા કરવામાં આવી હતી જેઓ સ્થાનિક ઈસ્લામી અને કટ્ટરવાદી આંદોલન સાથે જોડાયેલા હતા. ઈસ્લામિક સ્ટેટ સમૂહે મહિલા પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હોવાનો દાવો કર્યો હતો પરંતુ હમાસે એ દાવો નકાર્યો હતો.
ગાઝા પટ્ટીમાં સક્રિય ઈસ્લામિસ્ટ મૂવમેન્ટના પ્રવક્તા સામી અબૂ જોહરીએ કહ્યું હતું કે ઈસ્લામિક સ્ટેટ સમૂહનો દાવો જટિલતા પેદા કરવાની કોશિશ છે. તેમણે કહ્યું હતું,હુમલો પેલેસ્ટાઈનના ત્રણ લોકોએ કર્યો છે જેમાં બે પોપ્યુલર ફ્રન્ટ ફોર લિબરેશન પેલેસ્ટાઈન અને ત્રીજો હમાસ સાથે સંબંધિત હતો.આ પહેલા ઈસ્લામિક સ્ટેટે એક ઓનલાઈન નિવેદનમાં કહ્યું હતું કે આઈએસના આતંકીઓએ એક અભિયાનમાં યહૂદીઓની એક સભાને નિશાન બનાવાઈ છે જેમાં ત્રણ હુમલાખોરોએ ઈઝરાયેલી પોલીસની હત્યા કરી હતી. આઈએસએ એવી ચેતવણી આપી હતી કે આ હુમલો અંતિમ નથી. આઈએસના પ્રમાણે હુમલામાં પોલીસ અધિકારીની હત્યા કરી દેવાઈ છે અને અન્ય ઘાયલ થયા છે.
આ ઘટના ત્યારે બની છે મુસ્લિમો રમઝાન મનાવી રહ્યા છે, દેમાં પૂર્વીય જેરૂસેલમ અને વેસ્ટ બેન્કથી મસ્જિદ અલ અક્સા પરિસરની પાસે નમાઝમાં સામેલ થવા માટે હજારો પેલેસ્ટાઈનીઓ આવ્યા હતા.મહિલા પોલીસકર્મીને ચાકૂ મારવામાં આવ્યું હતું જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેની ઓળખ હદાસ માલકા (૨૩) તરીકે થઈ છે. તે સ્ટાફ સારજન્ટ મેજર હતી.
ઈઝરાયેલની પોલીસે કહ્યું હતું કે પેલેસ્ટાઈનના ત્રણ હુમલાખોરોને ઠાર કરાયા છે. એસઆઈટીઈ ગુપ્તચર ગ્રૂપના જણાવ્યા પ્રમાણે આવું પ્રથમવાર બન્યું છે કે જેમાં ઈસ્લામિક સ્ટેટે ઈઝરાયેલમાં થયેલા કોઈ હુમલાની જવાબદારી લીધી હોય.