Aapnu Gujarat
ગુજરાત

વડનગરમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ

વડનગર તાલુકા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા આજે ૨૫મી ડિસેમ્બરે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીના જન્મ દિવસને સુશાસન દિન તરીકે વડનગર તાલુકા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી સાતસોના સામાજિક અને શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી સોમભાઈ મોદી, ઉંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, પૂર્વ જીલ્લા પ્રમુખ કે સી પટેલ, એલ એન પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સોમભાઈ પટેલ, જીલ્લા ભાજપ મંત્રી મહેશ પટેલ, વડનગર શહેર પ્રમુખ રાજુભાઇ મોદી, વડનગર નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ ઘેમરજી ઠાકોર તેમજ તાલુકા પંચાયત અને નગર પાલિકાના વિવિધ હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોઓ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની છબીને પુષ્પાંજલી અર્પણ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે સુશાસન દિનની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ સાત પગલાં આકાશમાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓના લાભાર્થીઓને પેમેન્ટ ઑર્ડર, સાધનોની કીટ તેમજ સહાયના ચેક વિતરણ ચુકવવામાં આવ્યાં હતાં. આ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને વિરોધ પક્ષના દ્વારા ફેલાવવામાં આવતા ભ્રમથી દૂર રહી સરકારની કૃષિને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવાની વાત કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ડિજીટલ માધ્યમથી ૯ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ૧૮૦૦૦ કરોડ રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ તેમના ભાષણમાં શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલી આપી હતી ત્યારબાદ સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા કૃષિ સુધારા બિલની ઉપયોગીતા વર્ણવી આ બિલનો વિરોધ કરી રહેલા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વડનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ વહીવટી તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.


( વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

હિંમતનગર ગોકુલનગર ફાટક રોડની હાલસ બિસ્માર : સ્થાનિકો પરેશાન

aapnugujarat

મતદાન જાગૃતિ ઝુંબેશ રંગ લાવી : અરવિંદ લિમિટેડ દ્વારા હજારો કર્મીઓને ટોકન ગીફ્ટ અપાઈ

aapnugujarat

હિંમતનગરના મોતીપુરા કેનાલ પાસે દબાણો દૂર કરાયા

editor

Leave a Comment

UA-96247877-1