Aapnu Gujarat
શિક્ષણ

પ્રદીપ ગુલાબચંદ પટેલને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ

ગાંધીનગરના સામાજિક કાર્યકર અને હિન્દી ગુજરાતી સાહિત્યકાર, અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર, તથા ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબના ઉપ પ્રમુખ ગુલાબચંદ પટેલના પુત્ર પ્રદીપ પટેલને ૧૯-૧૨-૨૦૨૦ના રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ ડિગ્રી પ્રદીપ પટેલને લાઇબ્રેરી સાયન્સ / આટ્‌ર્સ વિષયમાં સંશોધન નિબંધ માન્ય રાખી એનાયત કરવામાં આવી છે. પ્રદીપ પટેલ હાલમાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં લાઈબ્રેરીયન તરીકે ફરજ બજાવે છે. પ્રદીપ પટેલ ગુજરાતી હિન્દીના એક સારા કવિ પણ છે.
તેઓને ૧૯૯૯માં ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના કેન્દ્રીય હિન્દી નિર્દેશાલય નવી દિલ્હી દ્વારા આયોજીત સર પરશુરામ કૉલેજ પુણે ખાતે હિન્દી નવલેખક શિબિરમાં નિમંત્રણ મળતા ઉપસ્થિત રહ્યાં હતાં અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું. પ્રદીપ પટેલને ગુરુજી ગૌતમ ઋષિ નોઈડા દ્વારા આ મુજબ આશીર્વાદ મળ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન, ઇશ્વર આપને સૂર્યનું તેજ, ચંદ્રમાની શીતળતા, મંગળનું શૌર્ય સાહસ, બુધની પ્રખર પ્રજ્ઞા, ગુરૂનું જ્ઞાન શુક્રનું વરદાન અને શનિનું અભયદાન પ્રાપ્ત થાય, તથા તેઓના પિતાશ્રીને પણ આશીર્વાદ આપતા જણાવ્યું છે કે,” આપ નિરંતર ભારત માતાની સેવા કરતા રહો, આપના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે“ પ્રદિપ પટેલને સમતા એજયુકેશન ટ્રસ્ટ મોટેરા અમદાવાદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા ગાંધીનગરના એડવોકેટ કાંતિભાઈ પટેલ ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા પણ હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી છે.
(તસવીર / / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

રૂપાણી સરકારે બજેટમાં શિક્ષણ માટે ૩૨૭૧૯ કરોડની ફાળવણી કરી

editor

શાળાઓને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ જોડાણથી જોડવા શરૂઆત થઇ

aapnugujarat

અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ ગોવિંદ ગુરૂ યુનિ.ના રજિસ્ટ્રારને આવેદનપત્ર સોંપ્યું

editor

Leave a Comment

UA-96247877-1