Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ નગરપાલિકાના વહીવટકર્તા તરીકે એસ.કે.ગરવાલની નિમણૂંક

ડભોઇ નગરપાલિકાની તા.૧૧.૧૨.૨૦ ના રોજ પાંચ વર્ષ ની ટર્મ પુરી થતા ડભોઇ નગરપાલિકામાં વહીવટતકર્તા તરીકે નગરપાલિકા ના ચીફ ઓફિસર એસ.કે ગરવાલ ની નિમણુંક થયેલ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૫ વર્ષ દરમિયાન પાલિકા બોર્ડ માં કૉંગ્રેસ અને ભાજપ બંને પક્ષો સત્તા માં રહી ચુક્યા છે.જેમાં પહેલા કૉંગ્રેસ દ્વારા બહુમતી થી સત્તા મેળવી હતી ત્યાર બાદ કોંગ્રેસના અસંતોષ સભ્યો ભાજપમાં જોડાતા ભાજપ ની બહુમતી થતા તેમનું બોર્ડ બન્યું હતું.આ રીતે પાંચ વર્ષ સત્તા ટકાવવા ના ખેલ માં પ્રજા ના કામો રહી ગયા અને જોત જોતા માં ટર્મ પુરી થઇ જતા આવનારી ચૂંટણી સુધી વહીવટકર્તા નગરપાલિકા નો ચાર્જ સંભાળસે નું જાણવા મળેલ છે.આ પેહલા ડિસેમ્બર સુધી ચૂંટણી યોજવા ની સાંભવના હતી પરન્તુ કોરોના કાળ માં વધી રહેલા કોરોના ના કેશો ને જોતા ચૂંટણી ૨૦૨૧ માં યોજાય તેવી રજુઆત ચૂંટણીપંચ એ સરકાર ને કરતા ચૂંટણી ઠેલાયી હતી.જાણવા મળતા સૂત્રો પ્રમાણે કદાચ ૨૦૨૧ ફેબ્રુઆરી માં ચૂંટણી યોજાય તેવી સંભાવના છે.માટે જ્યાં સુધી આગામી ચૂંટણી ના થાય ત્યા સુધી ડભોઇ નગરપાલિકા નો ચાર્જ ચીફ ઓફિસર એસ.કે.ગરવાલ સંભાળશે.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે ગરીબ કલ્યાણ મેળા અંગેના સુચારૂ આયોજન અંગે મળેલી બેઠક

aapnugujarat

अहमदाबाद : ११ दिन में उल्टी-दस्त के १६९ केस

aapnugujarat

इतिहास में पहलीबार तीन लोगों ने रथयात्रा की पहिंदविधि की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1