Aapnu Gujarat
ગુજરાત

માંડલમાં તસ્કરોનો તરખાટ

માંડલ વિરમગામ રોડ પર આવેલ યુજીવીસીએલ ઓફિસની કમ્પાઉન્ડ વોલ પર તાર ફેન્સિંગ વાર તોડી, ઓફિસના મુખ્ય દરવાજા પર લોખંડની જાળી અને કાચના દરવાજાના સ્ક્રુ ખોલીને દરવાજો સાઈડ કરી તસ્કરો જીઈબીની મેઈન કોમ્પ્યુટર કેશ ઓફિસમાં ઘુસી જઈ કાચના દરવાજા, ટેબલ,ખુરશીઓને નુકસાન પહોંચાડેલ તેમજ સેફટી તિજોરીને કાણું પાડ્યું હતું. જોકે અહીંથી તસ્કરોને રોકડ રકમ હાથ લાગી ન હતી તેવું જીઈબીના અધિકારીઓનું કહેવું હતું. તસ્કરોએ રાત્રીના સમયે કાતિલ ઠંડીના કારણે તેનો લાભ લઈ બીજી જગ્યા જ્હોન ડીયર ટ્રેકટરના શોરૂમની ત્રણેય દુકાનોના શટરો હથિયારો વડે વાળી મચેડીને અંદર ઘુસી જઈ ટેબલ કાઉન્ટરનું ખાનું ખોલી જેમાંથી માલિક હર્ષદભાઈના કહેવા મુજબ ૩૦૦૦ની રોકડ રકમ ચોરાઈ હતી. ચોરીની ત્રીજી જગ્યા બાલાજી ઈન્ડસ્ટ્રીઝમાં તસ્કરો ત્રાટકીને કમ્પાઉન્ડનો સી.સી.ટી.વી કેમેરો ઉંધો કરી નાંખી કેમેરાના કેબલો તોડી પ્રિ.પ્લાનીંગ સાથે ઓફિસમાંથી ઈન્ડસ્ટ્રીના માલિક સચિન શાહે જણાવ્યા અનુસાર તેમની ઈન્ડસ્ટ્રીઝમાંથી ૧.૩૫ લાખની રોકડ રકમ ચોરાઈ ગઈ હતી. જોકે આ બનાવની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ઘટના ચર્ચાનો વિષય બની હતી. આ ચોરીના બનાવથી પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તેવું લાગી રહ્યું છે. સવારે આ ત્રણેય ચોરીના બનાવવાળી જગ્યા પર પોલીસ પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- રાજુ પંચાલ, માંડલ)

Related posts

૧૭૫ કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહીદ સુમરા ઝડપાયો

editor

અમદાવાદમાં મિત્રએ જ મિત્રનું અપહરણ કરી હત્યા કરી

aapnugujarat

હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસરે રવિવારે પણ કચેરી ખુલ્લી રખાવી ઉત્તમ કામગીરી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1