Aapnu Gujarat
Uncategorized

ઉપલેટામાં આયુર્વેદિક ડૉક્ટરોને સર્જરી કરવાની છૂટ અપાતા તબીબોએ વિરોધ નોંધાવ્યો

સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી માટે છૂટ આપવામાં આવતા દેશભરમાંથી ૩ લાખ જેટલા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટરો હડતાળમાં જોડાયા છે અને ગુજરાતભરમાંથી ૨૮ હજાર જેટલા ડૉક્ટરો હડતાળમાં જોડાયા છે જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડૉક્ટરો પણ હડતાળમાં જોડાયા છે. સરકાર દ્વારા આયુર્વેદિક ડૉક્ટરોને ૫૮ પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવામાં આવતાં આ ડૉક્ટરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે કારણ કે ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે એક સર્જન ડૉક્ટર તૈયાર કરવામાં ૧૦ વર્ષ જેવો સમય લાગે છે જ્યારે આયુર્વેદિક ડૉક્ટરોને ૫૮ પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવામાં આવેલી છે તેનો ડૉક્ટરોએ વિરોધ નોંધાવીને આજે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી એક દિવસીય હડતાલ ઉપર જોડાયા છે જેમાં ઇમર્જન્સી તેમજ કોરોના સારવાર ચાલુ રખાશે તેવું ઉપલેટા ડૉક્ટર મેડિકલ એસોસિએશનના પ્રમુખ સંજય સોજીત્રા દ્વારા જણાવાયું હતું.


( વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

DriveShare Lets You Rent Your Dream Car From A Car Collector

aapnugujarat

સૌરાષ્ટ્રનાં પત્રકારોએ ખોડલધામમાં ધજા ચઢાવી

aapnugujarat

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1