Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન દ્વારા ૭૦ હિન્દી કવિઓને સન્માનિત કરાયા

ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન દ્વારા તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ સાંજે ચાર વાગ્યે ઑન લાઈન હિન્દી કવિ સંમેલન શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લઈ પોતાની રચના પ્રસ્તુત કરી ડૉ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કવિઓને સન્માનિત કરવા માટે ૯ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ સાંજે ૪ વાગ્યે ઑન લાઈન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ બ્રિજેન્દ્ર નારાયણ દ્વિવેદી, શૈલેષ વારાણસી ઉપસ્થિત રહ્યા હતા અને સમ્માન સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ ૧૦ કવિઓનું સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું. અતિથિ વિશેષ તરીકે રોશન ધરા સમાજ સેવિકા, કવિયિત્રી એવંમ લેખિકા કાનો દર, પાલનપુર ઉપસ્થિત રહ્યા હતા અને ૧૦ કવિઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સરસ્વતી વંદના શ્રી ડૉ જયંતિલાલ બારીશ ડાંગ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન શ્રી આકાશ અગ્રવાલ મધ્યપ્રદેશ દ્વારા કરવામાં આવ્યું હતું. ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા આણંદના અધ્યક્ષ શ્રી શૈલેષ વાણિયા, તથા મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગરના બિહાર ઈકાઈના અધ્યક્ષ ડૉ મીના પરિહાર પટના બિહાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતિથિઓનું શબ્દોથી સ્વાગત ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આભાર વિધિ કાંતિભાઈ પટેલ એડવોકેટ દ્વારા કરવામાં આવી હતી. અંતમાં રાષ્ટ્રગાન વંદે માતરમ્‌ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ કવિ લેખક અને અનુવાદક ભૂત પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ, ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ ઉપાધ્યક્ષ, ઇન્ટરનેશનલ એમ્બેસેડર ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

નાયબ મુખ્યમંત્રીના હસ્તે આરોગ્ય વિભાગની સપ્તધારા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરાયા

aapnugujarat

ગાંધીનગર મનપાના ૨ કર્મીઓ લાંચ લેતા ઝડપાયા

aapnugujarat

ગુજરાતમાં ૧ લાખ જેટલી બેઠકો યોજવાનો ભાજપનો પ્લાન

editor

Leave a Comment

UA-96247877-1