Aapnu Gujarat
બ્લોગ

પાકિસ્તાન – ચીન સહિતના દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી

પાકિસ્તાન અને ચીન સહિત આઠ દસ દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી એવું એક અમેરિકી અહેવાલમાં જણાવાયું હતું. યુએસ કમિશન ઓન રિલિજ્યસ ફ્રીડમ સંસ્થાએ આવા દેશોનાં નામ પ્રગટ કર્યાં હતાં. અમેરિકાએ કહ્યું હતું કે આ દેશોમાં ધાર્મિક લઘુમતીને સતત હેરાન કરવામાં આવે છે એ મદ્દે અમેરિકા ચિંતિત હતું.
અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ આ અહેવાલની વિગતો પ્રગટ કરતાં જે આઠ દેશોનાં નામ આપ્યાં હતાં તેમાં પાકિસ્તાન અને ચીન ઉપરાંત ઇરાન, ઇરીટ્રીયા, નાઇજિરીયા, નોર્થ કોરિયા, સાઉદી અરેબિયા, તાજિકિસ્તીન અને તૂર્કમેનિસ્તાનનો સમાવેશ થયો હતો. જો કે આ રિપોર્ટ પ્રગટ થતાંની સાથે પાકિસ્તાને સબળ શબ્દોમાં એનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ રિપોર્ટ પક્ષપાત ભરેલો છે. આમાં ભારતનું નામ કેમ નથી. ભારતમાં પણ લઘુમતી સતત ભય હેઠળ જીવતી હોવાના અહેવાલ અવારનવાર પ્રગટ થતા રહે છે.
અમેરિકી વિદેશ ખાતાએ કોમોરોસ, ક્યૂબા, નિકારાગુઆ અને રશિયા વિશે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ દેશોમાં અવારનવાર ધાર્મિક સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન થતું હતું. સાથોસાથ અમેરિકાએ અલ કાયદા, જૈશ-એ-મુહબ્બત, અલ શબાબ, બોકો હરમ, હયાત-તહરીર અલ શામ, આઇએસઆઇએસ વગેરે સંસ્થાઓને ઝનૂની મજહબી સંસ્થાઓ ગણાવીને એ માનવ જાત માટે જોખમ રૂપ હોવાનું પણ આ અહેવાલમાં જણાવ્યું હતું. તેમણે આવી આતંકવાદી સંસ્થાઓ અંગે અમેરિકા સતત ચિંતિત રહે છે એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો.

Related posts

EVENING TWEET

aapnugujarat

VERY NICE LINE

aapnugujarat

ખતરનાક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1