Aapnu Gujarat
ગુજરાત

ખેડૂત કાયદાને લઈ હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

ખેડૂત કાયદાને લઈ હિંમતનગરમાં કોંગ્રેસનાં કાર્યકરોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે. હિંમતનગર શહેરના નેશનલ હાઈવે પર રસ્તા રોકી આંદોનને સમર્થન આપ્યું છે. સ્ટાર સિટી સિનેમા પાસે રોડ પર આગ લગાવી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આંદોલનકારીઓે રોડ પર ટાયરો સળગાવ્યા છે. આંદોલકારીઓએ ભાજપ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા છે. વિજયનગર ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવે નંબર ૮ પર થોડા સમય માટે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.


(તસવીર / અહેવાલ / વિડિયો :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

મેયર અસ્મિતાબેન શિરોયાના અધ્યક્ષસ્થાને સુરત શહેરી વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળા યોજાયો

aapnugujarat

कटा 18 हजार का चालान, आत्महत्या के लिए मजबूर हुआ रिक्शा ड्राइवर

aapnugujarat

નવા પશ્ચિમ ઝોનમાં કુલ ૨૮ વાંસથી બનાવાયેલી રેસ્ટોરન્ટનું બાંધકામ દુર થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1