Aapnu Gujarat
ગુજરાત

નંદાસણમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં નિર્વાણદિને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

નંદાસણ મુકામે તા. ૬/૧૨/૨૦૨૦ને રવિવારના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણદિન નિમિત્તે નંદાસણ મુકામે ઓનલાઈન કાર્યક્રમ મહોલ્લામાં જ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું બંધારણ ગીત પ્રાર્થના ડૉ. બાબાસાહેબ આંબેડકરનું બંધારણ હાથમાં રાખીને એક આંગળી કરી બાળક ઉભો રહ્યો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરની ફોટો તેમજ વિરમાયાદેવની છબી આગળ દીપ પ્રગટાવવામાં આવ્યાં હતાં. નંદાસણ વણકર વસ્તીના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ફોટો છબી આગળ પુષ્પો દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, ત્યારપછી ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકાર મહેશ – નરેશ કનોડિયાનું દુઃખદ અવસાન થવાથી બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં સમગ્ર પરગણા વણકર સમાજ તેમજ તંત્રી – પત્રકાર મિડિયા ગ્રુપ મહેસાણાના ભીખાભાઈ એ. મકવાણા, નંદાસણ ગામ પંચાયતના પૂર્વ સભ્યો મંગળભાઈ મકવાણા, કાંતિભાઈ મકવાણા, કનુભાઈ મકવાણા, તેમજ વસ્તીના મુળજીભાઈ મકવાણા, ચિરાગ મૌર્ય, જિજ્ઞેશ કાપડિયા, મહેન્દ્રભાઈ મકવાણા, ડાહ્યાભાઈ પરમાર, મનુભાઈ બી. મકવાણા તેમજ વસ્તીના તમામ નામી અનામી યુવકો બહેનો બાળકો વગેરેએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બહારથી કોરોના મહામારીના કારણે ઓનલાઇન અશ્રુભીની શ્રધ્ધાંજલિ પાઠવતા મહાનુભાવોમાં કેસરડી જોધલપીર વંશજ પરમપૂજ્ય શ્રી લાલદાસ બાપુ, ભારતીય દલિત સાહિત્ય અકાદમીના ઉપાધ્યાય શ્રી એન. કે. રાઠોડ, સાહિત્યકાર કવિ મહેન્દ્રભાઈ સી. મકવાણા, વોઇસ ઓફ ગાંધીનગરના તંત્રી – બાબુલાલ એચ. મેસરવાલા, આપણું ગુજરાતના તંત્રી – દેવેન આર. વર્મા, સુપ્રસિદ્ધ લોકગાયક કલાકાર જીતુભાઈ રાઠોડ, સાહિત્યકાર કવિ શ્રી કુમારપાળ પરમાર વગેરેએ અશ્રુભીની શ્રધ્ધાંજલિ પાઠવી હતી. કાર્યક્રમનું સુંદર આયોજન તંત્રી – પત્રકાર મિડિયા ગ્રુપ તેમજ સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઈ એ. મકવાણા તેમજ જિજ્ઞેશ બી કાપડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ગામના નવયુવકો, દાતાઓ દ્વારા બાળકોને નાસ્તા તરીકે વેફર્સ, ચોકલેટ, બિસ્કટના પેકેટ ચિરાગ એમ મૌર્ય, મુકેશ જી. મકવાણા, અમૃતભાઈ બી. મકવાણા, ડાહ્યાભાઈ આર. પરમાર દ્વારા આપવામાં આવ્યાં હતાં. સાંજના ૬ કલાકે નવયુવકો દ્વારા કેન્ડલ માર્ચનો કાર્યક્રમ ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી સાથે મહોલ્લામાં ફર્યા હતાં. છેલ્લે આભારવિધિ ભીખાભાઈ એ. મકવાણા દ્વારા કરવામાં આવી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

કડીની હોસ્ટેલમાં રહેતી છાત્રા પર દુષ્કર્મ

aapnugujarat

अहमदाबाद शहर में उल्टी-दस्त के २६ दिन में ७७९ केस दर्ज

aapnugujarat

શંભુ મહારાજના કાર્યક્રમમાં ઝપાઝપીથી ભાજપ-કોંગ્રેસના સંસ્કારો ખુલ્લા પડ્યા : હાર્દિક પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1