Aapnu Gujarat
રાષ્ટ્રીય

માસ્ક વગર ફરતા લોકો સામે મહેસાણા જિલ્લા પોલીસની લાલ આંખ

રાજ્યમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ કર્યા છે. કોરોના મહામારી અત્યાર સુધીમાં અનેક લોકોને ઝપેટમાં લઈ ચૂકી છે. રાજ્યમાં સતત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ન થતું હોય એવું લાગી રહ્યું છે કે આપણે જ નથી ઈચ્છતા કે ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવે. માર્ચ મહિનાથી શરૂ થયેલી મહામારી અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ લોકોને ઝપેટમાં લઈ ચૂકી છે, જેમાંથી ૪૦૧૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી ગંભીર સ્થિતિ હોવા છતાં કેટલાક લોકોની બેદરકારી અને લાપરવાહીના કારણે કોરોના રાજ્યમાં ઘર કરીને બેઠો છે. મહેસાણા જિલ્લામાં માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી અને દંડની સત્તા જેને સોંપવામાં આવી છે એવા જિલ્લાના પોલીસ વિભાગે પોલીસના કર્મચારીઓ દ્વારા જિલ્લાના હાઇ-વે તથા મુખ્ય માર્ગો પર જુદી જુદી ૨૫ જેટલી ટીમો બનાવી માસ્કનું રિયાલિટી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત વાહન ચાલકોને કાયદાની સમજ આપવામાં આવી રહી છે અને કોવિડ ગાઇડ લાઇનનો ભંગ થતો જણાય તો નિયમ મુજબ દંડ વસુલવામાં આવી રહયો છે. જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજ સિંહના જણાવ્યા મુજબ જિલ્લામાં જુદી જુદી ૨૫ જેટલી ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી માસ્ક માટે ૩.૮૦ કરોડ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે જ્યારે વધુ મુસાફર બેસાડવાના ગુનાસર ૧૧૦૦૦ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી જાહેરનામાના ભંગ બદલ ૧૬૬૦૦ જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે. ખાસ કરીને જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
(અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

नक्सली हिंसा में ४३ फीसदी की कमी आई हैं : सरकार

aapnugujarat

પીએમ આવાસ સ્કીમ : પાંચ વર્ષ મકાનને વેચી નહીં શકાય

aapnugujarat

બજેટમાં સેનાનાં આધુનિકીકરણ માટે બજેટ ફાળવણી ખુબ ઓછી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1