Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર સિવિલની વધુ એક બેદરકારી સામે આવી

હિંમતનગર સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલના ગાર્ડનમાં બાયોમેડિક વેસ્ટ નજરે પડ્યો છે. ગાર્ડનમાં બોટલ, ઈન્જેકશન, હેન્ડ ગ્લવઝ તેમજ ડિસ્પોઝેબલ માસ્ક રઝળતા જોવા મળ્યાં છે. બાયોમેડિકલ વેસ્ટનો સરકારની ગાઈડ લાઈન મુજબ યોગ્ય જગ્યાએ નિકાલ થતો નથી. હાલ કોરોના મહામારીની પરિસ્થિતિમાં બાયોમેડિકલ વેસ્ટ યોગ્ય જગ્યા નિકાલ ના થવાના કારણે કોરોના સંક્રમણ વધી શકે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આ ગાર્ડનમાં દરરોજ દર્દીઓનાં સગા – વ્હાલાઓની અવર – જવર રહેતી હોય છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

સરકારે ટેસ્ટિંગ ૩૦ ટકા ઘટાડી દેતાં કોરોનાના કેસમાં ‘કૃત્રિમ’ ઘટાડો..!?

editor

ભાવનગર માંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

editor

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોરારીબાપુ દ્વારા શુભેચ્છા  વચન

editor

Leave a Comment

UA-96247877-1