Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુદ્ધ વિરામનો ભંગ કરી પાક દ્વારા ફરીએકવાર ગોળીબાર

પાકિસ્તાની સેનાએ અવિરતરીતે યુદ્ધવિરામનો ભંગ કરીન સરહદ પર ગોળીબાર ાજારી રાખ્યો છે. આજે વહેલી પરોઢે ગોળીબાર કરવામાં આવતા સ્થિતી વણસી ગઇ હતી. અંકુશ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે ભારતીય જાવાનોને ઇજા થઇ છે. જો કે ભારતીય જવાનોએ જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી. જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં પાકિસ્તાની સૈનિકો દ્વારા વધુ એક વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. સામસામે ગોળીબાર થતાં સ્થિતિ તંગ બની હતી. કલાકો સુધી ગોળીબારનો દોર ચાલ્યો હતો. આજે બપોરે આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેના તરફથી રાજૌરીના ભીમબેર ગલી સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, પાકિસ્તાની સેનાએ પૂંચ જિલ્લામાં બાલાકોટ સેક્ટરમાં કોઇપણ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. ભારતીય ચોકી ઉપર મોર્ટારના સેલ પણ ઝીંકવામાં આવ્યા હતા. પાકિસ્તાની તોપમારાની શરૂઆત બપોરે ૩.૩૦ વાગે કરવામાં આવી હતી. પાકિસ્તાને હાલના વર્ષોમાં વારંવાર ગોળીબાર કરીને સ્થિતિને જટિલ બનાવી છે. આતંકવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાના હેતુસર પાકિસ્તાની સેના દ્વારા કોઇપણ ઉશ્કેરણીવગર વારંવાર ગોળીબાર કરવામાં આવે છે જેનો ભારતીય સેના પણ હાલમાં જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતે ગયા વર્ષે સર્જિકલ હુમલા કરીને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં અનેક ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા બાદ અને તેમના લોંચ પેડ ફુંકી મારવામાં આવ્યા બાદથી પાકિસ્તાને વારંવાર હુમલા કરીને બદલા લેવાના પ્રયાસ કર્યા છે. પાકિસ્તાની સેનાએ એકબાજુ સરહદ પર હુમલા કર્યા છ. જ્યારે બીજી બાજુ ત્રાસવાદીઓએ સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને વારંવાર હુમલા કર્યા છે.

Related posts

All shops and commercial establishments including restaurants allowed to operate till 10pm from Oct 22 : TN CM

editor

અસ્થાના કેસમાં યથાસ્થિતિ જાળવી રાખવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ

aapnugujarat

એરપોર્ટ પર હવે નિયમ તોડશો તો ૨૫ ગણા સુધી દંડ ચૂકવવો પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1