Aapnu Gujarat
રાષ્ટ્રીય

એરપોર્ટ પર હવે નિયમ તોડશો તો ૨૫ ગણા સુધી દંડ ચૂકવવો પડશે

દેશના કોઈ પણ એરપોર્ટ પર હવે નિયમ તોડતાં પહેલાં ૧૦૦ વખત વિચારજો, કારણ કે હવે તમારે તોતિંગ દંડ ચૂકવવો પડશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં દંડની રકમ ૧૦થી ૨૫ ટકા વધારી દીધી છે. જેમ કે અત્યાર સુધી નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરવા પર રૂ. ૨૦૦નો દંડ વસૂલ કરવામાં આવતો હતો અને હવે આ રકમ ૧૫ ગણી વધારીને રૂ. ૩૦૦૦ કરવામાં આવી છે. એજ રીતે એરપોર્ટ પર પાન, ગુટકા થૂંકવા પર રૂ. ૨૦૦નો દંડ લાગતો હતો જે હવે ૧૦ ગણો વધારીને રૂ. ૨,૦૦૦ કરવામાં આવ્યો છે. ઓપરેશન એરિયામાં કચરો ફેંકવા પર અત્યાર સુધીમાં રૂ. ૫૦૦નો દંડ લાગતો હતો તે હવે રૂ. ૫,૦૦૦ કરવામાં આવ્યો છે. પેસેન્જર ટ્રોલીનો મિસ યુઝ કરવા માટે દંડની રકમ રૂ. ૨૦૦ હતી તે વધારીને હવે રૂ. ૨,૦૦૦ કરાઈ છે. ડ્યૂટી પર તહેનાત સ્ટાફ સાથે ગેરવર્તાવ કરવા માટે રૂ. ૨૦૦નો દંડ ચૂકવવો પડતો હતો તે વધારીને હવે રૂ. ૨,૦૦૦ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર કોઈ પણ પ્રકારની ખોટી હરકત કરવા પર રૂ. ૨૦૦નો દંડ લાગતો હતો જે હવે રૂ. ૫,૦૦૦ કરાયો છે. એરપોર્ટ પર રોંગ સાઈડમાં વાહન ચલાવવા માટે રૂ. ૨૦૦ દંડ ચૂકવવો પડતો હતો, તેના બદલે હવે રૂ. ૫,૦૦૦ ચૂકવવા પડશે.

Related posts

भारत अपने बेटों की मौत का शोक मना रहा था, कुछ लोग उस दुःख का हिस्सा नहीं थे : मोदी

editor

ભારતે માલદીવ સાથે પાંચ કરોડ ડોલરના સંરક્ષણ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા

editor

अमेरिका ने भारत को 663 करोड़ रुपये से ज्यादा के सैन्य उपकरणों की बिक्री को मंजूरी दी

editor

Leave a Comment

UA-96247877-1