Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને બનાવ્યું ૧૦ હજાર ટન વજનનું આધુનિક હથિયારોથી સજ્જ સ્વદેશી યુદ્ધ જહાજ

વિશ્વની પ્રથમ નંબરની નૌસેના બનવાની દિશામાં ચીને વધુ એક સફળતા મેળવી છે. ચીને નવી પેઢીનું આધુનિક અને ૧૦ હજાર ટન વજન ધરાવતું, આધુનિક હથિયારોથી સજ્જ યુદ્ધ જહાજ દરિયામાં ઉતાર્યું છે. મહત્વની વાત એ છે કે, આ જહાજની ડિઝાઈન અને નિર્માણ સ્વદેશી પદ્ધતિથી કરવામાં આવ્યા છે. જહાજને શાંઘાઈ શિપ યાર્ડમાંથી સમુદ્રમાં ઉતારવામાં આવ્યું હતું.
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હૂઆના જણાવ્યા મુજબ આ યુદ્ધ જહાજ ચીનની નવી પેઢીના આધુનિક અને વિધ્વંસક જહાજોમાં સૌ પ્રથમ છે. આ જહાજ નવી રક્ષા પ્રણાલી, મિસાઈલ રોધક સિસ્ટમ અને સબમરિન વિરોધી હથિયારોથી સજ્જ છે. ચીની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ જહાજ પર અનેક પરિક્ષણ કરવામાં આવશે.
ચીન સાથે ભારતીય નેવીની સરખામણી કરવામાં આવે તો, ભારત પાસે પણ યુદ્ધ જહાજ છે. જે દુશ્મનોના બંકરો, હળવા બખ્તરબંધ વાહનો, રડાર પ્રણાલી, સંચાર ઉપકરણ અને ઈંધણ ભંડારને ટાર્ગેટ કરવા સક્ષમ છે. આ જહાજોનું નિર્માણ તિરુચિરાપલ્લી ખાતે કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, સ્વદેશી બનાવટનું અને શક્તિશાળી વિધ્વંસક યુદ્ધ જહાજ કોચ્ચિનો ભારતીય નૌસેનામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. તત્કાલીન રક્ષાપ્રધાન મનોહર પાર્રિકરે મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન આ જહાજનો ભારતીય નૌસેનામાં સમાવેશ કર્યો હતો. કોચી સ્વદેશી બનાવટનું દેશનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે અને પોતાની કેટેગરીમાં વિશ્વનું આધુનિક અને વિનાશક યુદ્ધ જહાજ છે.

Related posts

ईरान का सुपर टैंकर जब्त करने का US ने दिया आदेश

aapnugujarat

કમલા હેરિસે ૨૦૨૦માં ટ્રમ્પને પડકાર આપવા રજૂ કરી ઉમેદવારી

aapnugujarat

પાકિસ્તાનનાં કટાસરાજ મંદિરમાંથી રામ-હનુમાનજીની મૂર્તિઓ ગુમ થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1