Aapnu Gujarat
Uncategorized

જેતપુરમાં સનેડો કૌભાંડનો પર્દાફાશ

ઔદ્યોગિક શહેર જેતપુરમાં મૃત વ્યક્તિ અથવા તો બીજાના નામના ડોક્યુમેન્ટ્‌સ પર ટુ વ્હીલર વાહન લોન પર લઈ અન્ય લોકોને સસ્તા ભાવે વેચી નાંખવાના મોટા કૌભાંડના મુખ્ય ભેજાબાજને એસઓજીએ પકડી પાડી ૧૮ વાહનો કબજે લીધા છે. ‘સનેડો’ એ ગુજરાતી લોકસંગીતનો એક ભાગ છે તેને સ્વર્ગસ્થ મણિરાજ બારોટે પોતાના કંઠે ગરબા દ્વારા લોક જીભે રમતો કર્યો છે પરંતુ જેતપુરમાં સનેડોનો અર્થ કંઈક જુદો થાય છે. અહીં સનેડો એટલે બીજાના ડોક્યુમેન્ટ્‌સ પર નવું વાહન કંપનીમાંથી લોન લઈ અન્ય શખ્સને વેચી મારવાનું કારસ્તાન. આધારભૂત વર્તુળોમાંથી મળતી વિગત મુજબ જેતપુર શહેરમાં આવા અસંખ્ય સનેડો વાહન ફરી રહ્યા છે જેમાં કેટલાક શખ્સોએ મૃત વ્યક્તિઓના ડોક્યુમેન્ટ તેમજ કોઈને અપાવી દેવાના બહાના હેઠળ ડોક્યુમેન્ટ મેળવી તેમના નામે લોન પર ટુ વ્હીલર વાહનો કંપનીમાં ડાઉન પેમેન્ટ ભરી મેળવી લઈ તે નવે નવા વાહનો અન્ય શખ્સોને ૩૫ હજારથી માંડી ૭૫ હજાર રૂપિયા રોકડા લઈને આપી દેવાતા, આવી રીતે જેતપુર, ગોંડલ તેમજ રાજકોટની જુદીજુદી ઓટો એજન્સી પાસેથી એકાદ વર્ષમાં લગભગ ૫૦થી ૧૦૦ જેટલા વાહનો છોડાવ્યા હોવાનું જાણવા મળેલ છે તેમજ તાજેતરમાં નવરાત્રી પર ૨૦ વાહનો છોડાવી બારોબાર વેચી માર્યા હોવાની જાણ થતા એસઓજીએ જેતપુરમાંથી કેટલાક શખ્સોને ઉપાડી લઈને તેઓની પૂછપરછ કરી ૧૮ જેટલા વાહનો કબજે કર્યા છે અને મુખ્ય ભેજાબાજ તરીકે અઠવાડિયા પૂર્વે જ સોની વેપારીની લૂંટમાં પકડાયેલ શાકીર અને તુફેલનો મોટો ભાઈ સરફરાઝ મુસા ખેડારા હોવાનું ખુલતા હાલ પોલીસ તેની પ્રાથમિક પૂછપરછ કરી રહી છે જેમાં તેણે જુદા જુદા માણસોને લોન લઈ મોટર સાયકલ આપવાની લાલચ આપી તેઓના નામે મોટર સાયકલ છોડાવી વેચી આપેલની કબુલાત કરેલ છે તેવું જાણવા મળ્યું છે. બોગસ ડોક્યુમેન્ટ્‌સના આધારે લોન પર વાહન છોડાવી અન્ય કોઈ શખ્સને વેચી નાંખવાનું રેકેટ ઔદ્યોગિક શહેર જેતપુરમાં ખુલતા હવે જેતપુર શહેરનું નામ પણ ફાયનાન્સ કંપનીઓના ગ્રેડ પ્રમાણે રેડ ઝોનમાં ચાલ્યું જવાની દહેશત સેવાઈ રહી છે. રેડ ઝોનમાં નામ જવાથી જેને વાહનની ખરેખર જરૂરીયાત હશે તેને પણ ફાયનાન્સ કંપની પાસેથી વાહન લેવામાં મુશ્કેલી થશે અથવા તો વાહનની લોન જ નહીં આપે.


(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)
(અહેવાલ / વિડિયો :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

અમદાવાદમા સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત છત્રીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

editor

ભાવનગર રેલવે મંડળ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાઈ

editor

મહાશિવરાત્રીના પાવન પર્વે ઝાલાવાડ શિવ ભક્તિના રંગે રંગાયું

editor

Leave a Comment

UA-96247877-1