Aapnu Gujarat
Uncategorized

ભાવનગર રેલવે મંડળ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાઈ

ભાવનગર રેલવે મંડળ પર ૧૬ સપ્ટેમ્બરથી ‘‘સ્વચ્છતા પખવાડા’’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વચ્છતા પખવાડિયા દરમિયાન, ૧૯ સપ્ટેમ્બર અને ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ નો દિવસ ‘‘ક્લીન ટ્રેન ડે’’ તરીકે ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત ટ્રેનો, આંતરિક શૌચાલયો અને ટ્રેનોની સ્થિતિ તપાસવામાં આવી હતી. સ્ટેશન યાર્ડની સફાઇ કરવામાં આવી હતી. પાણીના નળના લિકેજનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમને તાત્કાલિક સુધારવા કાર્યવાહી કરવામાં આવી હતી. ભાવનગર વિભાગના પોરબંદર, વેરાવળ અને ભાવનગર ટર્મિનસ સ્ટેશનો પર પિટ લાઇનોની સઘન સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભાવનગર મંડળના પોરબંદર, વેરાવળ અને ભાવનગરમાં પિટ લાઇનો ઉપલબ્ધ છે. યાંત્રિક વિભાગ દ્વારા આ વોશિંગ પિટ લાઇનોમાં ટ્રેનોના કોચ ધોવા અને રિપેરિંગ કરવામાં આવે છે. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૦નો દિવસ ‘‘ક્લીન ટ્રેક’’ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ભાવનગર ટર્મિનસ, ભાવનગર પરા, સોનગઢ, ધોલા, બોટાદ, ગોંડલ, પોરબંદર, જુનાગઢ,, વેરાવળ અને સોમનાથ સહિતના ભાવનગર મંડળના મુખ્ય સ્ટેશનોના પાટા પર પડેલો કચરો દૂર કરવામાં આવ્યો હતો અને ટ્રેક સાફ થઈ ગયો હતો. પાટાની બાજુમાં ફેલાયેલી ગંદકી પણ સાફ કરવામાં આવી હતી. મંડળના મોટા સ્ટેશનો પર યાંત્રિક સફાઇ મશીનો દ્વારા સઘન સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

ફરાર થઇ ગયેલી બાંગ્લાદેશી યુવતીને સિક્યુરિટી ગાર્ડ સાયકલ પર લઇ ગયો,

aapnugujarat

માલ્યા સામે ઇડી કાર્યવાહી પર પ્રતિબંધનો ઇન્કાર

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની મીટીંગનુ આયોજન

editor

Leave a Comment

UA-96247877-1