Aapnu Gujarat
Uncategorized

માળનાથ ગ્રુપ દ્વારા લોકોને લક્ષ્મી બોંબ ન ખરીદવા અપીલ

થોડા ટાઈમ પછી દિવાળી હોય હાલ દિવાળીનો માહોલ શરૂ થઈ ગયો છે. નાના બાળકોથી લઇ મોટા લોકો પણ ફટાકડા ફોડી આનંદ મેળવતા હોય છે ત્યારે સનાતન ધર્મ મહોત્સવ અને માળનાથ ગ્રુપ દ્વારા સરકાર, વેપારીઓ અને લોકોને એક નમ્ર અપીલ કરાઈ છે કે ફટાકડા અલગ અલગ વેરાઇટીમાં આવે છે જેમાં વર્ષોથી ખાસ કરીને લક્ષ્મી બોમ્બ આવે છે. આ લક્ષ્મી બોમ્બ ફટાકડાથી હિંદુ લોકોની ધાર્મિકતાને ઠેસ પહોંચે છે કારણ કે આ લક્ષ્મી બોમ્બ જ્યારે ફૂટે છે ત્યારે કાગળ પર દોરેલા લક્ષ્મીજીના કાગળના ટુકડા થઈ જાય છે અને આ કાગળ ગમે ત્યાં કચરામાં રોડ ઉપર પડે છે અને લોકો તેના પર ચાલે છે તેથી હિન્દુઓની લાગણી દુભાઈ છે.
સનાતન ધર્મ મહોત્સવ અને માળનાથ ગ્રુપ દ્વારા લોકોને અપીલ કરે છે કે આવા ફટાકડા ફોડશો નહીં એક તો ફટાકડામાં લક્ષ્મીજીનું ચિત્ર હોય તે ખરીદશો નહીં અને ફટાકડાથી પ્રદૂષણ પણ બહુ થાય છે. ભાવનગરમાં શિયાળો ગાળવા હજારો પક્ષીઓ આવે છે એને ફટાકડાના અવાજથી ભારે ખલેલ પહોંચે છે અને ફટાકડોનું મોટું માર્કેટ ચાઇનાનું પણ છે તો ચાઇનના ફટાકડા પણ નહીં ખરીદવા લોકોને સનાતન ધર્મ મહોત્સવ અને માળનાથ ગ્રુપના હરિભાઈ શાહે વિનંતી કરી છે.


(અહેવાલ / વિડિયો :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

દ્વારકાના મંદિરમાં વર્ષની થઈ કરોડો રૂપિયાની આવક

aapnugujarat

पाक में हाफिज को मिल गई छूट : केक काटकर जश्न

aapnugujarat

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્‍થિતિમાં શ્રી પ્રાણનાથજી ચતુર્થ શતાબ્‍દી મહોત્‍સવનો સમાપન સમારંભ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1