Aapnu Gujarat
ગુજરાત

નવાનદીસર ગામના ત્રણ વિદ્યાર્થીઓએ લોન કટર મશીન બનાવ્યું

ગોધરા તાલુકાના નવા નદીસર ગામને મસ્તી કી પાઠશાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. નવાનદીસર પ્રાથમિક શાળાનું પ્રાંગણ પણ લીલીછમ વનરાજીથી ભરેલું છે. શાળાના પ્રાંગણમાં લોન ઉગાડવામાં આવેલી છે જે સામાન્ય રીતે શાળા ચાલુ હોય તે સમયે વિદ્યાર્થીઓની અવરજવરને કારણે લોન વધારે વધતી નથી. હાલમાં શાળા તંત્ર દ્વારા લોન કાપવા માટે લોનકટર મશીનની શોધ કરવામાં આવી પણ તેની બજારમાં કિંમત વધારે હતી. વર્ષમાં બે -ત્રણ વખત ઉપયોગ કરવાથી શાળાને ખર્ચો પોસાય તેમ નહોતો. આ વાતની જાણ ગામમાં રહેતા ત્રણ વિદ્યાર્થીઓને થતા તેમને આ લોન કાપવા માટે જુગાડ કરવાનું વિચાર્યું. આ ત્રણ વિદ્યાર્થીઓના નામ છે. રાજ, દેવ અને અમરદીપ જેઓ નવાનદીસર શાળામાં ભણે છે. દેવ અને અમરદીપ હાલ ૯માં ધોરણમાં અભ્યાસ કરે છે, તેઓ ગત વર્ષે નવાનદીસરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં હતાં. આ ત્રણેય વિદ્યાર્થીઓએ તેમના અગાઉના વર્ષમાં કરેલા શૈક્ષણિક પ્રોજેકટમાં વોશિંગ કાર બનાવી હતી, તેને તોડીને તેમાં પાણીની મોટર, વાયર બોર્ડ વગેરેનો ઉપયોગ કરીને સ્વદેશી લોનકટર મશીન બનાવ્યું છે. આ મશીનનો પ્રથમ પ્રયોગ નવાનદીસરની પ્રાથમિક શાળાના પ્રાંગણમા વધેલી લોન કાપવાના ઉપયોગમાં કરવામા આવ્યો. આમ વિદ્યાર્થીઓએ અનલોકના સમયનો સદઉપયોગ કર્યો છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

કોઇની પાછળ શક્તિ વેડફવાને બદલે લક્ષ્ય પ્રાપ્તિ માટે પરિશ્રમ કરવો જોઇએ

editor

પાવીજેતપુર તાલુકાના મોટી ખાંડી- સટુણ-કુંડલ-ધોળીસામલ પેરાફેરી રસ્તાનું છેલ્લા છ વર્ષથી સમારકામ ન થતા આજુબાજુના ૨૦થી વધુ ગામડાની પ્રજાને હાલાકી

editor

બનાસકાંઠા-પાટણ જિલ્લાના પૂરઅસરગ્રસ્ત ૧૦૪૦ ગામોમાં પાણી પુરવઠો પુનઃ કાર્યરત થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1