Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર તાલુકાના મોટી ખાંડી- સટુણ-કુંડલ-ધોળીસામલ પેરાફેરી રસ્તાનું છેલ્લા છ વર્ષથી સમારકામ ન થતા આજુબાજુના ૨૦થી વધુ ગામડાની પ્રજાને હાલાકી

    પાવીજેતપુર તાલુકાના મોટી ખાંડી- સટુણ-કુંડલ-ધોળીસામલ પેરાફરી રસ્તાનું  છેલ્લા છ વર્ષથી કોઇ પણ પ્રકાર નું સમારકામ ન થતાં રસ્તો ઉબડખાબડ થઈ જઇ, રોડ ની આજુબાજુ ઝાડિયો વધી જતાં   રસ્તાનો ઉપયોગ કરતા આજુબાજુના ૨૦થી વધુ ગામોની પ્રજા પરેશાન થઈ જવા પામી છે.
    પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના દક્ષિણ વિસ્તારમાં આવેલ મોટી ખાંડી- સટુણ-કુંડલ-ધોળીસામલ પેરાફરી રસ્તો ૨૦૧૪માં બનાવવામાં આવ્યો હતો. આ રસ્તો બનાવ્યા પછી તેની કોઈ પણ પ્રકારની સારસંભાળ લેવામાં આવી ન હતી જેનાથી આ રસ્તો ખુબજ ઉબડ-ખાબડ વાળો થઈ જવા પામ્યો છે. તેમજ રસ્તાની આજુબાજુ ઝાડીઓ ઉગી નીકળતા આ રસ્તો સાંકડો થઈ ગયો છે. જેનાથી અવારનવાર અકસ્માતો સર્જાયા કરે છે .તો શું તંત્ર કોઈ મોટી હોનારત ની રાહ જોઈ રહી છે ? આ પ્રશ્ન જનતામાં ઉઠી રહ્યો છે.
    પાવીજેતપુર તાલુકાના દક્ષિણ વિસ્તારમાં  મોટી ખાંડી- સટુણ-કુંડલ-ધોળીસામલ રોડ સુખી જળાશય યોજનામાં પેરાફરી રસ્તો ૨૦૧૪માં બનાવવામાં આવ્યો હતો. જેની કોઈપણ પ્રકારની દેખરેખ ન રખાતા આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ પંચાયત ના હવાલે આપવામાં આવ્યો હતો પરંતુ તેનો હવાલો માર્ગ અને મકાન વિભાગે ન સ્વીકારતા આ રસ્તો રણીધણી વગરનો થઈ ગયો હતો.
     આમ,પાવીજેતપુર તાલુકાના મોટી ખાંડી- સટુણ-કુંડલ-ધોળીસામલ પેરાફરી રસ્તામાં વહીવટમાં બાય બાય ચારણી થવાના કારણે છેલ્લા છ વર્ષથી રસ્તામાં કોઈ પણ પ્રકારનું સમારકામ ન થવાના કારણે આ રસ્તાની આજુબાજુ ના ૨૦થી વધુ ગામો ની જનતા ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ નવલસિંહભાઈએ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને રજૂઆત કરતા તેઓએ સિંચાઇ વિભાગ પાવીજેતપુર ,છોટાઉદેપુર, ગાંધીનગર સુધી લેખિતમાં રજૂઆત કરી ચોમાસા પૂર્વે રસ્તાનું સમારકામ કરી આજુબાજુની ઝાડિયો કાપી રિસરફેસસિંગ કરે તેવી માંગ કરી છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૪ હાઇ એલર્ટ  : સરદાર સરોવર (નર્મદા ડેમ)ની જળ સપાટી ૧૧૫.૦૨ મીટર

aapnugujarat

ધોરાજીમાં ઇંગ્લિશ દારૂ પકડી પાડતા મહિલા પી.એસ.આઈ નયનાબેન કદાવાલા

editor

સ્ત્રીબીજ કાઢી લેવાના કેસમાં બે મહિલાની ધરપકડ કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1