Aapnu Gujarat
ગુજરાત

રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૪ હાઇ એલર્ટ  : સરદાર સરોવર (નર્મદા ડેમ)ની જળ સપાટી ૧૧૫.૦૨ મીટર

રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૩/૦૭/૨૦૧૭ના રોજ સવારે ૮-૦૦ કલાકની સ્થિતિએ વ્યાપક વરસાદને કારણે રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૪ જળાશયો હાઇ એલર્ટ તેમજ ૦૪ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ૨૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં ૪૯૮૬.૩૭ મિલિયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૫.૦૨ મીટરની સપાટીએ પહોંચ્યો છે. વધુમાં જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતાં કચ્છ જિલ્લાના ફતેહગઢ, મોરબી જિલ્લાના ડેમી-૩, રાજકોટ જિલ્લાના ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ કુલ-૦૪ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-ર, મોરબી જિલ્લાના મચ્છ-ર અને ડેમી-ર એમ મળી કુલ ૦૪ને એલર્ટ તેમજ મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ જળાશય માટે ચેતવણી આપવામાં આવી છે.

Related posts

મોદી સામે વડોદરામાં બંગડી ફેંકનાર ચંદ્રિકાબેને આપ્યું રાજીનામું, ચૂંટણી લડી શકે તેવી અટકળો

aapnugujarat

सूरत में श्रमिकों की कमी से व्‍यापारी परेशान

editor

કાંકરેજ તાલુકામાં ભારે વરસાદ : ખેડૂતો ચિંતિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1