Aapnu Gujarat
ગુજરાત

મોદી સામે વડોદરામાં બંગડી ફેંકનાર ચંદ્રિકાબેને આપ્યું રાજીનામું, ચૂંટણી લડી શકે તેવી અટકળો

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની કોટાલી પ્રાથમિક શાળાના શિક્ષકપદેથી ચંન્દ્રિકાબેન સોલંકીએ રાજીનામું આપતા રાજકિય ક્ષેત્રે મોટો સળવળાટ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વડોદરામાં બંગડીઓ ફેંકનાર ચંન્દ્રિકાબેન આશાવર્કરોની લડત માટે આંદોલનને ઉગ્ર અને આક્રમક બનાવવામાં સફળ નિવડયા હતા. તેમની રાહુલ ગાંધી સાથે લાંબી મીટીંગ પણ થઇ હતી ત્યારપછી ચંન્દ્રિકાબેન વડોદરાની વાડી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડે તેવી અટકળોએ પણ વેગ પકડયો હતો.
તા. ૨૦ નવે.ના રોજ તેમણે સંખેડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેશ જયસ્વાલને રૂબરૂ રાજીનામા પત્ર પાઠવી દીધો છે.રાજીનામા પત્રમાં ચંન્દ્રિકાબેને જણાવ્યું છે કે, તેઓ ૧૪ જુન ૨૦૦૧થી કોટાલી પ્રા. શાળામાં ઉ. શિક્ષિકા તરીકે ફરજ બજાવતા આવ્યા છે પરંતુ થોડા સમયથી અંગત કારણોસર કપાત પગારની રજા પર હતા તે દરમ્યાન શિક્ષણ વિભાગ તરફથી તા. ૨૨ ઓકટો ૨૦૧૭ના રોજ ફરજ મોકુફી અંગેનો હુકમ કરવામાં આવ્યો હતો.
આમ અચાનક ચંન્દ્રિકાબેનની ફરજ મોકુફી કરતા અમો ખૂબજ આઘાતની લાગણી અનુભવી રહ્યા છીએ. આ હુકમથી અમારા આત્મ સન્માનને ઠેસ પહોંચી છે જેથી સ્વમાન હણાતા પોતે નોકરી કરવાનું ઈચ્છતા નથી જેથી સ્વૈચ્છિક રાજીનામુ આપેલ છે. તેમણે નોકરી કરવા ઇચ્છતા ન હોઇ દિન-૨માં રાજીનામું મંજૂર કરવા માંગણી કરી છે. ચંન્દ્રિકાબેનના રાજીનામા સાથે જ તેઓ વડોદરા શહેરની વાડી બેઠક પરથી ચૂંટણી લડનાર છે. તેવી વાતો અત્રે વહેતી થઇ છે.પાછલા સમય દરમ્યાન આશાવર્કર બહેનોને પુરતું વતેન, સમાન કામ સમાન વેતનના મુદ્દે રાજ્યભરામાં જલદ આંદોલન માટે ચંન્દ્રિકાબેન ઉમેદભાઇ સોલંકીનું નેતૃત્વ પ્રભાવી રહ્યું હતું. વડાપ્રધાન સામે બંગડીઓ ફેકવાની ઘટના પછી એ.આઇ.સી.સી.ના ઉપપ્રમુખ રાહુલ ગાંધી સાથે તેમની અલગથી વન ટુ વન મિટીંગ થઇ હતી. લંબાણ ચર્ચાને અંતે તેમને વિધાનસભા લડવાની ઓફર થઇ હોવાની પણ રાજકીય ચર્ચાઓએ જોર પકડયું હતું. જે રીતે ચંન્દ્રિકાબેને સરકારી નોકરીએથી રાજીનામું આપ્યું છે તે જોતા તેઓ શિક્ષણ ક્ષેત્રને ત્યાગ આપી રાજકીય ક્ષેત્રે પદાર્પણ કરવા જઇ રહ્યા હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. તેવી ચર્ચાઓ અત્રે ચાલી રહી છે.

Related posts

ગોધરામાં વીએચપીના કાર્યકરો દ્વારા રામજી મંદિરમાં મહાઆરતી કરાઈ

editor

पुलवामा हमले के बाद गुजरात मे अलर्ट जारी

aapnugujarat

લિક્વિડ ઓક્સજન પર પ્રતિબંધને કારણે સિલિન્ડર પ્રોડક્શન યૂનિટ ૫ દિવસ ઠપ રહ્યા

editor

Leave a Comment

UA-96247877-1