Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બેંક ખાતા અને મોબાઈલ પછી હવે ઘરને પણ કરાવવું પડશે આધાર લીંક

કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બધા જ જરૂરી દસ્તાવેજો સાથે આધાર કાર્ડ સાથે લીંક કરવાની કવાયત હાથ ધરી છે. મોબાઈન ફોન અને બેન્ક ખાતા પછી ઘરને પણ આધાર સાથે લીંક કરવામાં આવનાર છે. કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ પુરીએ આ અંગેના અણસાર આપ્યા છે.એક ઈન્ટરવ્યૂમાં હરદીપ પુરીએ જણાવ્યું હતું કે કાળા નાણા પર અંકુશ મેળવવા માટે આ પગલું ઉગામી શકાય છે. આમ કરાશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મિલકતને આધાર કાર્ડ સાથે લીંક કરવાથી કાળા નાણા પણ અંકુશ મેળવવામાં મદદ મળી રહેશે.કેન્દ્રના આવાસ અને શહેરી વિકાસપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે મિલકતોને આધાર કાર્ડ સાથે જોડવાનો વિચાર સારો છે. જોકે તેઓ હાલમાં આ અંગેની કોઈ જાહેરાત કરતાં નથી. જ્યારે આપણે બેેંક ખાતાને આધાર સાથે જોડી રહ્યા છીએ ત્યારે મિલકતોની બાબતમાં પણ આમ કરી શકાય છે.રિયલ એસ્ટેટને આધાર કાર્ડ સાથે લીંક કરવા અંગે ચણભણાટ શરૂ થઈ ગયો છે, પરંતુ તેની જાહેરાત કરાઈ નથી. વર્તમાન સમયમાં બે તારીખ ખાસ યાદ રાખવા જેવી છે. આ છે ૩૧ ડિસેમ્બર અને છ ફેબ્રુઆરી.૩૧ ડિસેમ્બર બેેંક ખાતાને અને છ ફેબ્રુઆરી સુધીમાં મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લીંક કરવાની અંતિમ તારીખ છે. બેેંક ખાતા ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ, વીમા પોલિસી સહિતના અન્ય દસ્તાવેજોને પણ આધાર કાર્ડ સાથે લીંક કરવાના છે.આ તારીખો સુધીમાં આધાર કાર્ડ લીંક નહીં કરાય તો બેેંક ખાતા અને મોબાઈલ ફોનના સંચાલનમાં સમસ્યા નડી શકે છે. .

Related posts

રામ ભક્તો જનોઇધારીને પ્રશ્ન કરે તે જરૂરી : સ્મૃતિ

aapnugujarat

ઇન્દોર સીટ : પોતાના બધા લોકો તરફથી અનેક પડકારો હશે

aapnugujarat

2 Rohingya men arrested from India-Bangladesh border near Tripura

aapnugujarat

Leave a Comment

UA-96247877-1