Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર સેક્ટર – ૨૧માં ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા માતાજીની આરતી કરાઈ

રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર – ૨૧ ખાતે ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબ દ્વારા ૨૨ ઓક્ટોબરના દિવસે રાત્રે ૮.૩૦ વાગ્યે નવરાત્રિ ઉત્સવ નિમિતે જન જાગૃતિ નવરાત્રિ ઉત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં બજરંગદળના પ્રમુખ શક્તિસિંહ ઉપસ્થિત રહ્યાં હતાં. પૂર્વ પ્રમુખ અમરત ઠક્કર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબના સભ્યો, ઉપસ્થિત મહાનુભાવો, અને માઈ ભક્તોએ માતાજીની આરતી ઉતારી હતી. માતાજી સેક્ટર ૨૧માં જન જાગૃતિ નવરાત્રિ ઉત્સવ ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબ દ્વારા યોજાયો ની આરતી ઉતારી હતી, બજરંગ દળ ના પ્રમુખ શ્રી શક્તિ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા, ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબના પ્રમુખ રાધેશ્યામ યાદવનું અમરત ઠક્કરે ફુલમાળાથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે રાધેશ્યામ યાદવે જણાવ્યું હતું કે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખી માસ્ક પહેરવું અને નિયમોનું પાલન કરવું જોઈએ, કોઈને કોરોના થયો હોય તો કઈ દવા લેવી તેની માહિતી આપી હતી. ઉપપ્રમુખ ડૉ. ગુલાબચંદ પટેલ (સામાજિક કાર્યકર, હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક) દ્વારા જન જાગૃતિ આરતી રજૂ કરવામાં આવી અને કોરોનાથી નહીં ડરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબના પ્રમુખરાધેશ્યામ યાદવ, ઉપપ્રમુખ ડૉ ગુલાબચંદ પટેલ, ઉપપ્રમુખ મંગળસિંહ, સંજય યાદવ કોષાધ્યક્ષ શ્રી અંકિતકુમાર, લાલસિંહ, કાંતિ પટેલ એડવોકેટ, મહેન્દ્ર ચૌહાણ વિગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાધેશ્યામ યાદવ અને ડૉ. ગુલાબચંદ પટેલ દ્વારા નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અંતમાં રાષ્ટ્ર ગીત રજૂ કરવામાં આવ્યું હતું
(અહેવાલ :- ડૉ. ગુલાબચંદ પટેલ, ઉપ પ્રમુખ ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબ)

Related posts

અમદાવાદ એરપોર્ટ પર ક્લાસ-2 ઓફિસર ગોલ્ડ સ્મગલિંગમાં ઝડપાયા

aapnugujarat

अहमदाबाद सिविल अस्पताल में दो गुप्तांग के साथ जन्में बच्चे का सफल ऑपरेशन किया गया

aapnugujarat

શહેરા તાલુકાના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના બાળ મિત્રોની કામગીરીની બી.આર.સી.કો.ઓર્ડીનેટર દ્વારા સમીક્ષા કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1