Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર ક્લાસ-2 ઓફિસર ગોલ્ડ સ્મગલિંગમાં ઝડપાયા

અમદાવાદ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગોલ્ડ સ્મગલિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તેવામાં 80 લાખ રૂપિયાની કિંમતનું ગોલ્ડ લઈને દોઢ કિલો સોનાની દાણચોરીના કેસમાં ક્લાસ-2 ઓફિસરની સંડોવણી સામે આવતા ચકચાર મચી ગઈ છે. દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર GSTમાં કાર્યરત ક્લાસ-2 ઓફિસરની DRIએ ધરપકડ કરી લીધી છે. બૂટલેગરો અને દાણચોરોની યાદીમાં ક્લાસ-2 અધિકારીઓના નામ પણ સામે ખૂલતા જબરો કેસમાં વળાંક આવ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પર મળતિયાઓ સાથે GST વિભાગનાં ક્લાસ-2 અધિકારીએ જબરો ખેલ પાડી દીધો હતો. તેમણે દુબઈ ટ્રિપ કરી હતી અને પરત ફરી રહ્યા હતા ત્યારે પોતાની પાસે 80 લાખ રૂપિયાનું સોનુ એટલે કે દોઢ કિલો સોનુ લઈને મુસાફરી કરી હતી. હવે કઈ રીતે તેમણે આ અધિકારીઓને ચકમો આપ્યો એની તપાસ ચાલુ છે. પરંતુ GSTમાં કાર્યરત ક્લાસ-2 અધિકારીએ અમદાવાદ એરપોર્ટ પર આવીને મળતિયાઓને આ જથ્થો સોંપી દીધો હતો. હવે આ સમયગાળામાં ક્લાસ-2 ઓફિસર તો એરપોર્ટ પરથી બહાર પણ જવાની ફિરાકમાં હતા અને કોઈપણ પ્રકારની ધરપકડની સંભાવના નહોતી. તેવામાં DRI અધિકારીએ આ ઓફિસરને બહાર પગ મૂકે તે પહેલા જ દબોચી લીધા હતા.

DRI અધિકારીએ આના માટે સૌથી પહેલા બાતમીના આધારે આખી ટીમ તૈનાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર આવેલા ક્લાસ-2 અધિકારીને તાત્કાલિક ઝડપી પાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં તેમને એરપોર્ટ પર જ સોનાની લેતી દેતી કરી હોવાની માહિતી પણ DRIને મળી હતી. આથી કરીને આ એન્ગલથી તપાસ શરૂ કરી હતી. જોકે સમગ્ર કૌભાંડના તાર દુબઈથી જોડાયેલા હોવાથી કોના ઈશારે આ બધુ થયું અને ત્યાં કોણ માસ્ટર માઈન્ડ આ પ્રમાણેનું ગોલ્ડ સ્મગલિંગ રેકેટ ચલાવે છે એ તપાસનો વિષય બની ગયો છે.

DRIએ પૂછપરછ હજુ કરી રહી છે કે કોની સાથે મળીને આ કૌભાંડ કરાઈ રહ્યું છે. એટલું જ નહીં 80 લાખ રૂપિયાનું સોનુ લઈને આવી રહેલા આ ક્લાસ-2 અધિકારી સામે શું પગલાં ભરાશે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. બીજી બાજુ ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓના નામ પણ ખુલ્યા હોવાનું સામે આવી રહ્યું છે. વિગતે નજર કરીએ તો અહીંના કર્મચારી પાસેથી પણ ગોલ્ડનો જથ્થો મળ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

Related posts

વાસણા કે ધરોઇ ડેમ પાસે વોટર એરોડ્રામ બની શકે

aapnugujarat

હાર્દિક પટેલ ૨ જૂને ભાજપમાં જાેડાઈ જશે

aapnugujarat

બજેટમાં રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયું પ્રાદ્યાન્ય

editor
UA-96247877-1