Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં રસ્તાઓ પર પશુઓ બન્યા રાહદારીઓ માટે માથાના દુઃખાવો

પંચમહાલ જીલ્લામાં શહેરા,ગોધરા, મોરવા હડફ, કાલોલ, હાલોલ, જાંબુઘોડા એમ સાત તાલુકા આવેલા છે અને તાલુકા મથકો ખાતે હાલમાં રસ્તે રઝળતા ઢોરોને કારણે આમ રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. ગોધરા શહેરમાં પણ રસ્તા ઉપર રઝળતા ઢોરો જોવા મળે છે. હાલોલ નગર અને શહેરા નગરમાં તો અડિંગો જમાવીને બેસી રહેતા ઢોર જોવા મળે છે. આ રસ્તે લટારો મારતા ઢોરોને કારણે સૌથી પારાવાર હાલાકી રસ્તેથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને પડે છે. ઘણીવાર તો રોડ પર ઢોર બેસી જવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે. ભુતકાળમાં ઢોરને અડફેટે લેતા અકસ્માતના પણ બનાવો બન્યા છે. હાલોલ નગરમાંથી પસાર થતા મુખ્ય માર્ગ શહેરા નગરમાંથી પણ પસાર થતા મુખ્ય માર્ગ ઉપર ઢોરોનો અડિંગો જામેલો જોવા મળે છે જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ રસ્તે ફરતા ઢોરોના માલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે જવાબદાર તંત્ર શું પગલાં લે છે ?
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ધ્રાંગધ્રા ખાતે શહેર આમ આદમી પાર્ટીમાં ભાગલા

editor

કોંગ્રેસ છોડીને જે સભ્યો ગયા તે સત્તા લાલચુ : અહેમદ પટેલ

aapnugujarat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : ખેડૂતને જમીનની કુલ રકમ કરતાં ૫૦ ટકા વધુ ચુકવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1