Aapnu Gujarat
Uncategorized

ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા આવેદનપત્ર અપાયું

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ખેડૂતોની ખેત પેદાશોના ભાવને લઈને એમએસપી યોજનાને કાયદાકીય રક્ષણ આપવા ઉપલેટા શહેરના બાવલા ચોક ખાતે જાહેરમાં ધરણા યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દેશના કરોડો ખેડૂત અને ખેતી આર્થિક સંકટમાં ફસાયેલ છે. ખેતી આજના સમયમાં નુકસાનકારક બની ગઈ છે તેને પરિણામે ખેતી કરતા ખેડૂતો દેવાદાર બની ગયા છે. દેવાના કારણે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને વેચી રહ્યા છે. આવા કપરા સમયમાં ભાજપ સરકારે ખેડૂતોના દેવા નાબુદી કરવી જોઈએ એને બદલે એસેનસિયલ કોમોડિટી એમેન્ડમેન્ટ બિલ – ૨૦૨૦થી કાયદો બનાવી ખેત જણસીઓમાં ૭ – અનાજ, ૭ – તેલીબીયા, ૬ – કઠોળ અને ડુંગળી-બટાકા આમ ૨૨ જેટલી ખેતપેદાશોને આવશ્યક ચીજ વસ્તુઓમાંથી હટાવવામાં આવેલ છે. આ આવશ્યક ચીજો દેશની જનતાની જરૂરિયાત માટે હોય સરકારે રાસાયણિક ખાતર, બિયારણ અને અન્ય સહાયોની સબસીડી સરકાર ધીમે ધીમે બંધ કરી દેશે જેનાથી ખેડુતોની ખેતી વધુ સંકટગ્રસ્ત બનશે. એમએસપી લઘુતમ ટેકાના ભાવ સ્વામીનાથન આયોગની ભલામણ મુજબ આપવાને બદલે સરકારે બનાવેલ કાયદાથી સરકાર લઘુતમ ટેકાના ઘઉંની ભાવની ખરીદી બંધ થશે તો ખેડૂતો કંપનીઓના સુરતમાંથી ભોગ બનશે. સ્વામીનાથન આયોગની ભલામણ મુજબ ખેડૂતોને કાયદાકીય રક્ષણ મળવું જ જોઈએ. આજરોજ એમએસપી અધિકાર દિવસની ખેડૂતો માંગ પણ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી ત્રણ કાયદાઓની અમલવારી અટકાવે એવી પણ સૂત્રોચાર સાથે માંગ કરી રહ્યા છે.


(તસવીર / અહેવાલ / વિડિયો :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

कोरोना महामारी के साये में बीतेगा नया साल, 2022 में सामान्य होंगे हालात : बिल गेट्स

editor

President Mr. Ram Nath Kovind to visit Porbandar on Gandhi Jayanti

aapnugujarat

વેરાવળમાં બે જોડીયા ભાઈઓનો આપઘાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1