Aapnu Gujarat
ગુજરાત

નવસર્જન ટ્રસ્ટ દ્વારા નંદાસણ મુકામે હાથરસની પિડિતાની યાદમાં પ્રેરણા સભા યોજાઈ

ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલ બળાત્કાર અને હત્યાના બનાવ બાદ પિડિતાની લાશને પરિવારને સોંપવાના બદલે પોલીસે જ લાશેના અગ્નિસંસ્કાર કરી બંધારણીય અધિકારાનો ખુલ્લેઆમ ભંગ કરેલ છે, કારણ કે પિડિતાના માતા અને પરિવારની ઇચ્છા પિડિતાના શરીર પર હલ્દી લગાવવાની હતી કારણ કે કુંવારી દીકરીનું મૃત્યુ થાય તો એક માન્યતા મુજબ તેના શરીર પર હળદર લગાવવાનો રિવાજ છે અને બંધારણમાં અધિકાર છે કે દરેક વ્યક્તિને પોતાની માન્યતા મુજબનો ધર્મ પાળવાનો અધિકાર છે તો સરકાર એવું શું છુપાવવા માંગતી હતી ? અને કેમ આરોપીઓને બચાવવા માંગે છે શું અનુસુચિત જાતિના લોકો આ દેશના નાગરિક નથી ? શું અનુસુચિત જાતિની દીકરી હોવું ગુનો છે ? દેશનાં ગદ્દારો અને આતંકવાદીઓ ને કે આવા ગંભીર ગુનાના આરોપીઓને જ્યારે ફાંસી આપવામાં આવે તો તેમને પણ તેમની છેલ્લી ઇચ્છા પુછવામાં આવે છે તો આ પિડિતા બહેન નહોતા આતંકવાદી કે નહોતું કર્યું કોઈનું ખૂન તો શા માટે પિડિતાના માતાની છેલ્લી ઇચ્છા પણ પુરી કરવા દીધી નથી જે બાબતે એક જ બેનર નીચે નવસર્જન ટ્રસ્ટ દ્વારા રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના ૩૦ ગામો સહિત ગુજરાતના ૪૫૦ ગામો અને દેશભરના ૧૦૦૦ ગામોમાં પિડિતાના પ્રતીક પોસ્ટર ઉપર હલ્દી (હળદર)થી ટીકા કરી દરેક ઘરે થી એક એક ચમચી હળદર એકઠી કરવામાં આવશે’ અને આગામી સમયમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મોકલી અનોખો વિરોધ કરી પિડિતાને ન્યાય બાબતે માંગણી કરવામાં આવશે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ મુકામે ૧૪ ઓક્ટોબરે આયોજિત આ સંદર્ભના કાર્યક્રમમાં નંદાસણના સમાગમ સમાજના તંત્રી ભીખાભાઈ એ. મકવાણા, સુરેશભાઈ મકવાણા, પ્રવિણભાઈ મકવાણા સહિતના મોટી સંખ્યામાંગ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.


(તસવીર / અહેવાલ / વિડિયો :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

લૂંટેરી દુલ્હન : કપડવંજના યુવક સાથે પરણેલી યુવતી લાખો રૂપિયા લઈને છૂ

aapnugujarat

લોકોની સલામતી માટે કઠોર કાર્યવાહી કરાશે : પ્રદિપસિંહ

aapnugujarat

म्युनिसिपल प्रशासन की और एक गलती : एक ही रास्ते दो बार रिसरफेस करने से लाखों का नुकसान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1