Aapnu Gujarat
ગુજરાત

હાલોલમાં ૫૦૦ – ૧૦૦૦ની જુની નોટો સાથે શખ્સ ઝડપાયો

સરકારે જુની ૫૦૦ – ૧૦૦૦ની નોટો રદ કરી દીધી છે ત્યારે હજી પણ તે માર્કેટમાં જોવા મળી રહી છે. હવે તેનો ઉપયોગ કરવો ગેરકાયદેસર માનવામાં આવે છે. પંચમહાલ જીલ્લાના હાલોલ નગરના પાવાગઢ રોડ પાસે આવેલા મહાદેવ મંદિર પાસે જીલ્લા એસઓજીની ટીમે છટકુ ગોઠવીને વડોદરાના શખ્સને ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી જુની ૫૦૦ – ૧૦૦૦ રૂપિયાની બે લાખની ચલણી નોટો સાથે પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ એસસોજીની ટીમ હાલોલના પાવાગઢ રોડ પાસે પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે પાવાગઢ રોડના મહાદેવ મંદિર પાસે એક શખ્સ જુની ચલણીનોટોનો ગેરકાયદેસર રીતે વહીવટ કરે છે આથી એસઓજી પોલીસે ડમી ગ્રાહક બનાવીને થકી પંચોને સાથે રાખીને તે શખ્સને પકડવા માટે છટકુ ગોઠવ્યું હતું જેમાં ડમી ગ્રાહક મંદિર પાસે જુની ચલણી નોટો સાથે ઉભા રહેલા શખ્સની સાથે જઇને કેવા કારણથી લઇને ફરે છે તેનો ઉપયોગ વગેરે ચર્ચા કરીને વાતોમાં રાખ્યો હતો અને ડમી ગ્રાહકે ઇશારો કરતા જ પોલીસ સહિતના માણસોએ કોર્ડન કરી લીધો હતો, તેની પુછપરછમાં તેનું નામ રમેશ પુનાભાઈ પરમાર (રહે. બાપોદ હાઉસિંગ મકાન બ્લોક-૧તા.જી વડોદરા) ખાતે ભાડેથી રહે છે. મુળ વતન કરેડીયા,બાજવા જી વડોદરા હોવાનું બહાર આવ્યું હતું, તેની પાસે તપાસ કરતા લાલ કલરની પોટલી મળી આવી હતી જેમાં ૫૦૦ રૂપિયાની નોટોના બે બંડલ અને ૧૦૦૦ રૂપિયાની નોટોનું૧ બંડલ મળી આવ્યું હતું. આ નોટો ક્યાંથી લાવ્યો તે બાબતે પુછતા સંતોષકારક જવાબ આપ્યો નહતો. વડોદરા ખોડીયાર નગર ખાતે રહેતા પોતાના મિત્ર અમરભાઈએ પોતાને જુની નોટો આપીને બદલામાં હાલોલ ખાતે મહાદેવ મંદિર ખાતે મળી જશે તેમ પુછપરછમાં જણાવ્યું હતું. એસઓજીએ રદ થયેલી જુની ચલણી કિંમત રૂપિયા ૨,૦૧,૦૦૦ લાખની નોટો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

શહીદ જવાનો પર ત્રાસવાદી હુમલાને લઇ ચાંદખેડાના યુવકે વિવાદિત પોસ્ટ કરતાં હોબાળો

aapnugujarat

Ensure that concerned depts strictly enforce laws and submit ATR on day-to-day basis : Home Minister Jadeja

aapnugujarat

આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરાવવા માટે અરજી થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1