Aapnu Gujarat
ગુજરાત

આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરાવવા માટે અરજી થઈ

આમ આદમી પાર્ટીના નેશનલ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક નિવેદન આપવું ભારે પડી શકે છે. કેજરીવાલના એ નિવેદન પછી હવે ૫૭ નિવૃત સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે, આમ આદમી પાર્ટીની માન્યતા પાછી ખેંચી લેવામાં આવે. પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, ૧૯૬૮ ના ઓર્ડર ૧૬છ હેઠળ આમ આદમી પાર્ટી ની માન્યતા પાછી ખેંચી લેવા રજૂઆત કરી છે. આ ૫૭ પૂર્વ અમલદારો અને રાજદ્વારીઓ દ્વારા લખાયેલો પત્ર ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને મોકલવામાં આવ્યો છે.
૫૭ પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને રજૂઆત કરતાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ૩ સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આપના નેશનલ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે, ’ગુજરાતના સનદી અધિકારીઓ આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે કામ કરે અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપની જીતને સુનિશ્ચિત કરે.’ આ સાથે અરવિંદ કેજરીવાલે, સરકારી નોકરી કરતા કર્મચારીઓ જેવા કે, પોલીસ કર્મી, હોમ ગાર્ડ, આંગણવાડી કાર્યકર્તા, એસટીના ડ્રાઈવર અને કંડક્ટર અને પોલીંગ બુથ પરના અધિકારીઓને પણ આમ આદમી પાર્ટીને મદદ કરવા માટે કહ્યું હતું.

Related posts

બિનઅનામત આયોગની નીતિ કેબિનેટમાં નક્કી થવાના સંકેત

aapnugujarat

शेढी नहर की रिपेरिंग के पीछे १४५ करोड़ खर्च किए जायेंगे

aapnugujarat

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના ૨૩૬ કેસ નોંધાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1