Aapnu Gujarat
શિક્ષણ

રાહે-ખૈર-ગર્લ્સ પ્રાયમરી સ્કૂલમાં ઓનલાઈન યોજાયેલી વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ અર્પણ

અમદાવાદશહેરના ખમાસા વિસ્તારમાં આવેલ બેગમ એમ.વી.કાદરી ફાઉન્ડેશન સંચાલિત રાહે-ખૈર-ગર્લ્સ પ્રાયમરી સ્કુલમાં ગાંધી જ્યંતિને અનુલક્ષીને ઓનલાઈન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાની મહામારીને કારણે શાળાઓ બંધ હોવાથી ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે ત્યારે બાળકો ઘેર બેઠાં પણ રચનાત્મક પ્રવૃત્તિઓ કરે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેના વિજેતાઓને ઈનામ વિતરણ કરવાના કાર્યક્રમનું સોમનવારે આયોજન કરાયું હતું. સામાજિક કાર્યકર અને શાંતિ સમિતિના સભ્ય બુરહાનુદ્દીન કાદરી અને શાળાના પ્રિન્સિપાલ તસ્લીમ છીપાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

ધોરણ ૧૨ સાયન્સ : વિદ્યાર્થીઓ તેમજ શાળાઓના પરિણામમાં ઘટાડો

aapnugujarat

नीट के परिणाम घोषित करने सुप्रीम कोर्ट ने दिया आदेश

aapnugujarat

વિદેશમાં ડેન્ટલ અભ્યાસ માટે હવે નીટ ફરજિયાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1