Aapnu Gujarat
ગુજરાત

વિજાપુર ખણુસાની અલકા ઈન્ડસ્ટ્રીએ રાજકોટની કંપની સામે કાર્યવાહી કરવા કરી રજુઆત

વિજાપુર ખણુસા સ્થિત અલકા ઈન્ડસ્ટ્રીમાં ગત ૬ ઓક્ટોબરના રોજ જલધારા એગ્રો ઈન્ડસ્ટ્રી ઇન્દોરની દિલ્હીમાં કરેલી ફરિયારના આધારે દિલ્હીની ટીમ તપાસ કરવા આવી હતી, તેઓના ઓથા હેઠળ અન્ય એક પ્રતિસ્પર્ધી રાજકોટની કંપની ગેરકાયદેસર રીતે ઘુસીને અમો જ્યારે તપાસ કરનાર અધિકારીઓને સહકાર આપી રહ્યાં હતાં તે દરમિયાન ઘુસી આવેલી રાજકોટની કંપનીના લોકોએ અલકા ઈન્ડસ્ટ્રીની ઓપરેટિંગ પાર્ટસ તેમજ ઓપરેટિંગ મશીનની વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી કરીને તે વિડિયોનો દુરુપયોગ કરીને કંપનીની બદનામી કરી હોવાની જીલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને અલકા ઈન્ડસ્ટ્રી કંપની સામે ષડયંત્ર કરનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાંઆવે તેવી ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે અલકા ઇન્ડ્ર.ના માલિક કાનજીભાઇ પટેલે જણાવ્યું હતું કે જલધારા એગ્રો ઇન્દોરની કંપની સાથે કોર્ટ મેટર ચાલે છે તે અનુસંધાનમાં દિલ્હીની ટીમ તપાસ માટે આવી હતી અને અમો તપાસ કરનાર અધિકારીને સાથ સહકાર આપી રહ્યાં હતાં તે દરમ્યાન રાજકોટની અમારી પ્રતિસ્પર્ધી કંપનીએ અમારી પ્રોમાસીસની વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી કરીને તેમજ અમારી મશીનરી તેમજ ઓપરેટિંગ મશીન સહિતની વિડિયોગ્રાફી કરીને તેનો દુરુપયોગ કરીને અમારી કંપનીને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચેલ તો અમે રાજકોટની કંપની સામે ફરિયાદ નોંધાવી જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજુઆત કરવામાં આવી છે અને ષડયંત્ર કરનાર રાજકોટની કંપનીના શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવામાંઆવે તેવી ફરિયાદ રજૂઆરરૂપે લેખિત આપવામાં આવી છે. જોકે અલકા ઈન્ડસ્ટ્રીમાં દિલ્હી કોર્ટ દ્વારા જલધારા એગ્રો ઈન્ડસ્ટ્રીના પેટન્ટ રાઇટ માટે તપાસ આવી હતી. આ તપાસનો અન્ય રાજકોટની કંપનીએ ગેરફાયદો ઉઠાવ્યો હતો તેમ કંપનીના માલિક કાનલભાઇ પટેલે જણાવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

Thunderstorm with heavy rainfall lashes Gujarat

aapnugujarat

જીતવાની તક ઓછી હોવાથી કોંગ્રેસ જાતિવાદ ઉપર ઉતરી : પ્રદિપસિંહ જાડેજાના કોંગ્રેસ પર પ્રહારો

aapnugujarat

કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલો નકલી PSI ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1