Aapnu Gujarat
ગુજરાત

નવરાત્રિમાં મા અંબાનું અંબાજી મંદિર ખુલ્લું રહેશે

આદ્યશક્તિ મા અંબેના નવરાત્રિને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોરોના મહામારીના કારણે ગુજરાત સરકારે તહેવારોને લઈને નવી ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. જેમાં આ વખતે ખૈલેયાઓને સૌથી વધુ માર પડ્યો છે. મોટા પાર્ટી પ્લોટોમાં નવરાત્રિ બંધ રાખવાનો નિર્ણય બાદ આજે સરકારે શેરી ગરબા સહિત તમામ પ્રકારના ગરબા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે નવરાત્રિમાં મા અંબેનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
નવરાત્રિમાં મા અંબાનું અંબાજી મંદિર નવેય દિવસ ખુલ્લું રહેશે. તેના માટે હાલ મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના દર્શનનો સમય બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિની આઠમનું ખાસ મહત્વ હોય છે, જેના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા આઠમના દિવસે સવારે ૬ વાગ્યે આરતી થશે. હાલ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિમાં નવેય દિવસમા અંબાની પુજા અર્ચના અને આરતી માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. તમને જણાવીએ કે ચૈત્રી નવરાત્રિમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ હોવાના કારણે અંબાજી મંદિર બંધ રહ્યું હતું.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આસો નવરાત્રીને લઇને અંબાજી મંદિરનો દર્શન સમય બદલાયો છે. ગુજરાત સહિત વિશ્વભરમાં જાણીતું મા અંબાનું અંબાજી મંદિર નવરાત્રીમાં ખુલ્લું રહેશે. ૧૭ ઓક્ટોબરથી નોરતા શરૂ થઈ રહ્યા છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે આરતીના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. નવરાત્રી આઠમના દિવસે સવારે ૬ વાગે આરતી થશે.

Related posts

મોટા સમાચાર: પાટીદાર આગેવાન નરેશ પટેલ આજે મીડિયાને કરશે સંબધોન, કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

aapnugujarat

રાજકોટમા ગાળ આપનારને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

editor

કુંવરજી બાવળિયાએ કેસરિયો ધારણ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1