Aapnu Gujarat
Uncategorized

જેતપુર પંથકના ખેડૂતોની હાલત દયનીય

જેતપુર તાલુકાના નવી સાંકળી ગામે અતિવૃષ્ટિ ના કારણે ઘણાં ખેડૂતનો પાક નિષ્ફળ ગયેલ છે. ખેડૂત દ્વારા પોતાના ખેતરનો ઉભો કપાસ કાઢી નાંખવામાં આવ્યો છે કપાસનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે. અતિ વરસાદના કારણે ખેડૂતને પડતા પર પાટુ જેવી હાલત થયેલ છે અને ઘણાં ખેડૂતની મગફળીનો પાક પણ ફેલ ગયેલ છે.
અત્યારની પરિસ્થિતિમાં ખેડૂત અતિ દયનીય હાલત મુકાઈ ગયો છે મગફળી જે ખેડૂતો એ કાઢી નાંખી છે એ પણ અતિશય વરસાદ ના કારણે બગડી ગઈ છે. ખેડૂતની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે હજુ પણ સરકાર ના નિમેલા અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો નથી. ખેડૂતને રવિ પાક પણ કરવો મુશ્કેલ બની ગયેલ છે કારણકે ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયેલ છે.
વારંવાર સરકારમાં રજુઆત કરવા છતાં કોઈ પણ જાતની સહાય કે પાક વિમો હજુ સુધી ચૂકવવા મા આવ્યો નથી તો સરકાર વહેલામાં વહેલી તકે ખેડૂતને આગલા વર્ષો નો પાક વિમો આપે અને ચાલુ વર્ષે થયેલ નુકસાનીનું વળતર ઝડપથી ચૂકવે. સરકારે જે ૩૭૦૦ કરોડની યોજના બનાવી છે તે લોલીપોપ સમાન છે તેમ ખેડૂતોનું માનવું છે. સરકાર હેક્ટર દીઠ ૧૦૦૦૦ ને બદલે જે ખેડૂતોને ખર્ચ થયો છે ૩૦૦૦૦ / ૪૦૦૦૦ જેવું વળતર ચૂકવે તેવી માંગણી છે.


(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)
(અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

ડભોઇની પ્રમુખ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી

editor

ભાજપમાં નારાજ લોકો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે : હાર્દિક

aapnugujarat

અમદાવાદમા સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત છત્રીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

editor

Leave a Comment

UA-96247877-1