Aapnu Gujarat
બિઝનેસ

જીએસટી રિટર્ન ફોર્મ અગાઉથી ભરાયેલા મળશે

જીએસટી રજિસ્ટર્ડ ઉદ્યોગોને ટૂંક સમયમાં જીએસટીઆર-૩બી, રિટર્ન ફોર્મ અગાઉથી ભરાયેલા મળશે, એમ જીએસટી નેટવર્ક એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રકાશ કુમારે જણાવ્યું હતું.
‘કરદાતાઓને જીએસટીઆર-૩બીના ફોર્મ પહેલાથી ભરાયેલા મળે તેની અમે વ્યવસ્થા કરી રહ્યા છે જેથી તેઓ સરળતાથી ટેક્સ ભરી શકે. આ ફોર્મમાં ‘ટુ એડિટ ધ ફોર્મ’નું ઓપ્શન હશે જેમાં કોઇ પણ ઉદ્યોગને ભૂતકાળના વ્યવહારનું એડજસ્ટમેન્ટ કરવાની પરવાનગી આપવામાં આવશે’, એમ કુમારે જણાવ્યું હતું.
ઇન્ડાઇરેક્ટ ટેક્સની કરોડરજ્જુ ગણાતા ગુડ્‌સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ને હેન્ડલ કરનાર જીએસટીએન એ પહેલાથી કરદાતાઓના સેલ્સ રિટર્ન જીએસટીઆર-૧ પર આધારિત વેરા જવાબદારીઓના આંકડા પૂરા પાડવાનું શરૂ કર્યું હતું જેનો ઉપયોગ હવે ટેક્સ પેમેન્ટ ફોર્મ જીએસટીઆર-૩બીના પીડીએફ ફોર્મમાં કરાશે.
આ સિવાય કરદાતાઓ દ્વારા આપવામાં આવતી માહિતીને આધારે ઓટો-જનરેટેડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ના સ્ટેટમેન્ટ પૂરા પાડવામાં આવશે જેથી કરદાતા જાણી શકશે કે મહિનામાં કેટલી આઇટીસી ઉપલબ્ધ છે.

Related posts

नोटबंदी से खत्म नहीं हुआ काला धन : बिमल जालान

aapnugujarat

બાબા રામદેવ બાદ શ્રી શ્રીની રિટેલ બજારમાં એન્ટ્રીની તૈયારી

aapnugujarat

૯ કંપનીની મૂડી ૧.૫૮ લાખ કરોડ વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1