Aapnu Gujarat
બિઝનેસ

સેન્સેક્સ ૧૩૪ પોઇન્ટ ઘટી થયો બંધ

શેરબજારમાં દિવસના અંતે કડાકો જોવા મળ્યો છે. જેમાં શેરબજારમાં દિવસના અંતે -૧૩૪.૦૩ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ -૧૩૪.૦૩ અંક એટલે કે ૦.૩૪% ટકા ઘટીને ૩૮,૮૪૫.૮૨ પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી -૧૧.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧,૫૦૪.૯૫ પર બંધ રહી છે.
દિગ્ગજ શેરની વાત કરીઓ તો આજે ડોક્ટર રેડ્ડી, અદાણી પોટ્‌ર્સ, સિપ્લા, ભારતી એરટેલ અને એમઅન્ડએમના શેર લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ શ્રી સિમેન્ટ, બજાજ ફિન્સર્વ, એચડીએફસી બેંક, મારૂતિ અને કોટક બેંકના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
સેકટોરીયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે આઇટી, ઓટો, રિયાલ્ટી, મીડિયા અને ફાર્મા લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ પીએસયુ બેંક, ફાઇનાન્સ સર્વિસિસ, બેંક, પ્રાઇવેટ બેંક, એફએમસીજી અને મેટલ લાલ નિશાન પર બંધ થયા છે.
સેન્સેક્સ પર ભારતી એરટેલ, એમએન્ડએમ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, સન ફાર્મા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ ૩.૭૩ ટકા વધીને ૪૯૬.૭૦ પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ ૨.૭૨ ટકા વધીને ૬૫૪.૪૫ પર બંધ રહ્યો હતો. જોકે એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, મારૂતિ સુઝુકી, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એચડીએફસી બેન્ક ૨.૩૯ ટકા ઘટીને ૧૦૫૭.૪૦ પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા ૨.૦૭ ટકા ઘટીને ૧૨૭૮.૩૦ અંક ઘટીને બંધ રહ્યો હતો.

Related posts

२१ सरकारी बैंकों को लगा २५,७७५ करोड़ का चूना : RTI

aapnugujarat

ટ્રેડ ક્રેડિટ માટે એલયોયુના ઉપયોગ ઉપર આખરે બ્રેક

aapnugujarat

તમિલનાડુમાં ફોક્સકોને iPhoneનું ઉત્પાદન શરૂ કરી દીધું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1