Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળ દ્વારા સરકારને પોસ્ટકાર્ડ લખાયા

ગુજરાત રાજ્ય કોમ્પ્યુટર સાહસિક મંડળ હિંમતનગર દ્વારા ઈ ગ્રામ પોલિસીમાં ફેરફાર કરી વીસીઈને જોબ સિક્યુરિટી તેમજ સરકારી કર્મચારીઓને મળતા લાભો અને કમિશન પ્રથા બંધ કરી પગારધોરણ લાગુ કરવા બાબતે સરકાર સુધી ગુજરાત રાજ્યમાંથી ૧૪ હજાર કરતાં પણ વધારે પોસ્ટકાર્ડ થકી જાણ કરવામાં આવેલ છે. વીસીઈ ગુજરાત સરકારની એક ડિજીટલ ગુજરાતને સાકાર કરતી યોજના ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ પોલીસી પ્રમાણે વીસીઈને કોઈ પગાર ધોરણ આપવામાં આવતું નથી.
વીસીઇ માત્ર કમિશન પર કામગીરી કરે છે અને છેલ્લાં ૧૪ વર્ષથી આ કામગીરી સાથે સંકળાયેલી છે. વીસીઇની પડતર માંગણી છે કે પીપીપી મોડલ રદ કરી કમિશન પ્રથા બંધ કરી પગારધોરણ આપવું, “સરકારી કર્મચારીઓને મળતા લાભ આપવા, વર્ગ – ૩માં સમાવેશ કરી વીસીઇને કાયમી કરવા તેમજ અન્ય માંગણીઓને લઇ સમગ્ર ગુજરાતનાના વીસીઇ કર્મચારીઓ સરકાર સુધી પડતર માંગણીનો અવાજ પહોંચાડવા ૧૪ હજાર કરતાં પણ વધારે પોસ્ટેકાર્ડ રાજ્યભરમાંથી સરકાર સુધી પહોંચાડવામાં ાવેલ છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત રાજ્હના મંત્રીમંડળને પોસ્ટકાર્ડ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં વીસીઇની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગુજરાત પંચાયત કોમ્પુટર સાહસિક મંડળ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.


(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

બોડેલી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન પખવાડિયાની ઉજવણી કરાઈ

aapnugujarat

નેશનલ ફુડ સિક્યુરિટી હેઠળ ખેડૂતને ખાસ તાલીમ

aapnugujarat

કોંગ્રેસની ખેડૂત રેલીનો ફિયાસ્કો, યુથ કોંગ્રેસ પ્રમુખ અમરીન્દ્રસિંહ બ્રાર રોષે ભરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1