Aapnu Gujarat
ગુજરાત

બોડેલી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન પખવાડિયાની ઉજવણી કરાઈ

બોડેલી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભારતી ગુપ્તાની ઉપસ્થિતિમાં બોડેલી તાલુકા આરોગ્ય સ્ટાફ એમ.ઓ / એસ.આઇ / એચ.વી / એલ.ટી / ફાર્માસિસ્ટ / એમ.પી.એચ. ડબલ્યુ / એફ.એચ.ડબલ્યુ / આશાબહેન હાજર રહી હતી. બોડેલી તાલુકા સેવા સદનથી લઈને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ્માન ભારત યોજના તથા મા યોજના, મા વાત્સલ્ય યોજનાના લાભો જન જન સુધી પહોંચે તેવા ઉમદા આશયથી રેલી આયોજન કરેલ જેમાં બેનરો તથા વિવિધ સૂત્રો ઉચ્ચારણ કરવામાં આવ્યાં હતાં. ‘‘ના કોઈ જાત હે, ના કોઈ ભાત હે. આયુષ્માન ભારત સબકે સાથ હે’’, ‘‘બિમાર હવે નહીં રહે લાચાર, બિમારીનો થશે મફત ઉપચાર’’ જેવા સૂત્રો ઉચ્ચારી જન જન સુધી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો રેલી સ્વરૂપે બહોળો પ્રચાર પ્રસાર કરી આયુષ્માન ભારત પખવાડિયાની ઉજવણી કરી હતી.


(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

કમોદીયા ગામે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે નવીન ગામ તળાવનું થયેલું ખાતમુહુર્ત

aapnugujarat

ડુંગળીના ભાવમાં આગ ઝરતી તેજી, મોંઘી બની ગરીબોની કસ્તુરી

aapnugujarat

ગેરકાયદે ડ્રોન કેમેરા ઈમ્પોર્ટ કરવાના કૌભાંડનો પર્દાફાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1