નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહના હસ્તે ગઇકાલે કમોદીયા ગામે મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત નવીન તળાવનું ખાતમુહુર્ત કરાયું હતું. ગામ તળાવનું આ કામ ગુણવત્તાયુક્ત થવાની સાથે સાથે ગામ લોકોને ઉપયોગી બની રહે તેવા સૂચનો સાથે આ બંને મહાનુભાવોએ જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું. આ પ્રસંગે નેરગા યોજનાના શ્રમિકોને ગરમીથી રક્ષણ માટે છાસનું વિતરણ કરાયું હતું.
આગળની પોસ્ટ