Aapnu Gujarat
શિક્ષણ

છોટાઉદેપુર ઉ.મા. શિક્ષક સંઘ ની સાધારણ સભા બોડેલી ખાતે યોજાઇ.

આજ રોજ શિરોલવાલા હાઈસ્કૂલ, બોડેલી ખાતે છોટાઉદેપુર ઉ.મા. શિક્ષક સંઘની સાધારણ સભા યોજવામાં આવી જેમાં બોર્ડ સભ્ય મૃગેન્દ્રસિંહ સોલંકી, રાજ્ય મહામંડળના પૂર્વ પ્રમુખ પંકજ પટેલ, હાલના પ્રમુખ ભરત દાઢી, મહામંત્રી રમેશ ઠક્કર, પૂર્વ મહામંત્રી વિનોદ પટેલ ખાસ ઉપસ્થિત રહી શિક્ષણના વર્તમાન પ્રવાહોથી વાકેફ કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે નવ નિયુક્ત આચાર્ય તથા વય મર્યાદાને લઈ નિવૃત થતા શિક્ષકોને શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ભરત દાઢીએ નવ નિયુક્ત આચાર્યને રાજ્ય મહામંડળ વતી અભિનંદન પાઠવી ઉજ્જવળ ભાવિની શુભકામના પાઠવી હતી જ્યારે બોર્ડ સભ્ય મૃગેન્દ્રસિંહ સોલંકીએ નવ નિયુક્ત આચાર્યને મૂળ ગોત્ર યાદ રાખવાની માર્મિક ટકોર કરી હતી. આજે પણ નિવૃત્તિમાં પણ પ્રવૃત પંકજ પટેલે શિક્ષકો્‌ને પહેલાં ફરજ પછી હક્ક કરવાની સોનેરી સલાહ આપી હતી. આ પ્રસંગે જેમનું સન્માન કરવામાં આવ્યું તેમાં ૧. શાહિદ એ. શેખ કે જેઓ શ્રી આદિવાસી માધ્ય. શાળા, ભેંસાવહી ખાતે સુપરવાઈઝર અને ઈન્ચાર્જ આચાર્ય તરીકે ની ફરજ-જવાબદારી અદા કરી હાલમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે આચાર્ય છે. ૨. તેજગઢ હાઈસ્કૂલના આચાર્ય સી.ટી. ડાંગી ૩. ભાદરવા તા. સાવલીના આચાર્ય વિરલ નાયક જ્યારે નિવૃત શિક્ષક ૧. યજ્ઞેશ ત્રિવેદી અને ૨. અનિરુદ્ધ જોષીનું સન્માન કરી નિવૃત્તિમાં પ્રવૃત રહી શિક્ષણ તથા સમાજ માટે કાર્યરત રહે તેવી અપેક્ષા સાથે દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી હતી. આજની સાધારણ સભાના અધ્યક્ષ મુકેશ પટેલ અને મહામંત્રી ડી.એમ.ચૌધરીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સાધારણ સભાને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવી આભાર માન્યો હતો.

(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

વિરમગામ તાલુકાના ગોરૈયા ગામમાં વિજ્ઞાન પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું

aapnugujarat

डिप्लोमा इंजीनियरिंग में ३०,७२२ सीटें रिक्त हुई

aapnugujarat

ધોરણ-૧૧ સાયન્સની પ્રવેશ કાર્યવાહીમાં અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવાના કામ પૂર્ણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1