Aapnu Gujarat
ગુજરાત

નંદાસણમાં ગંદકીનું સામ્રાજ્ય

કડી તાલુકાનાં નંદાસણ ગામ ખાતે આશરે અનુજાતિ સમાજનાં ૩૦૦થી વધારે ઘરોની વસ્તી ધરાવતા લોકો રહે છે. હાલમાં ચાલી રહેલ કોરાના મહામારી વચ્ચે તેમનાં અવરજવર કરવાનાં મુખ્ય રસ્તા ઉપર તેમજ તેમનાં આવેલા સ્મશાનમાં કાપેલા મરધાંનાં અવશેષો તેમજ ગંદકી જોવાં મળે છે.

આ બાબતે સ્થાનિક તેમજ સમાગમ સમાજનાં તંત્રી ભીખાભાઈ મકવાણા દ્વારા નંદાસણ ગામપંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારી અને તંત્રને વારંવાર જાણ કરવા છતાં પણ તંત્રનાં અધિકારીઓ દ્વારા ગંદકીનો નિકાલ કરવામાં આવતો નથી તેમજ નંદાસણ ગામ પંચાયત દ્વારા કોઈપણ જાતના પગલા ભરવામાં આવતા નથી. તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લોકો રોગચાળાનો ભોગ બનશે તો તેની જવાબદારી કોની ? તંત્રના કોઈ પણ અધિકારીઓને કામ કરવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. જો આ બાબતે નંદાસણ ગામ પંચાયત દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો મહેસાણા જીલ્લા કલેક્ટરને ૧૦ દિવસમાં આવેદનપત્ર આપવામાં આવશે તેવી સ્થાનિકો દ્વારા ચિમકી ઉચ્ચારાઈ છે.

Related posts

ડુંગળીનું ઓછું વાવેતર આ વર્ષે ગ્રાહકોને રડાવશે

aapnugujarat

થરા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

સાબરકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બે દિવસમાં પ્રોહિબિશનના બે કેસો જિલ્લામાં નોંધાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1