Aapnu Gujarat
ગુજરાત

થરા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા ખાતે આજે પાંચમા તબક્કાનો પાંચમો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકા શહેરી વિસ્તારોમાં આવતા તમામ વિસ્તારના લોકોએ લાભ મેળવ્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં એપીએમસી ચેરમેન અણદાભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઇ દેસાઈ, નગરપાલિકા કોર્પોરેટર પુથ્વીરાજસિહ વાઘેલા, નાયબ મામલતદાર એ. સી.સુથાર, થરા સર્કલ ઓફિસર બી. એસ. સોલંકી, સ્થાનિક લોકો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
આ સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ ઉપર જ મા અમૃતમ કાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડની કામગીરી તેમજ લોકોને તાવ, શરદી જેવી બીમારીની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી.
તાલુકામાં થતા તમામ કામ આજે સેવા સેતુમાં કરવામાં આવ્યાં હતા. દરેક શહેરી લોકોને શિહોરી મામલતદાર અને તાલુકા પંચાયાત કચેરીએ જવું ના પડે તેવા હેતુથી સ્થળ પર જ લોકો ને બધી સેવા મળી રહે ત્યારે આ સેવા સેતુનો લાભ દરેક શહેરી લોકોએ લીધો હતો.
(તસવીર / અહેવાલ :- મહંમદ ઉકામી, કાંકરેજ)

Related posts

નિકોલનાં રેમ્બો હાઈટ્‌સમાં પરિણીતાએ ઘરકંકાસનાં કારણે સાતમા માળેથી આપઘાત કર્યાનો ખુલાસો

aapnugujarat

પાવીજેતપુર નગરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોમિયોપથી દવા ૧૧,૦૦૦થી વધુ લોકોને અપાઇ

editor

અમદાવાદમાં નવા વર્ષના સ્વાગત માટે યુવા પેઢી સજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1