Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇઝરાયેલમાં મોદી માટે ભવ્ય કોમ્યુનિટી ઇવેન્ટની તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ઇઝરાયેલમાં ભવ્ય અને શાનદાર કોમ્યુનિટી ઇવેન્ટનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. ઇઝરાયેલમાં મોદીના સ્વાગતની તૈયૈારી પહેલાથી જ ચાલી રહી છે. મોદીના સ્વાગતમાં પાંચમી જુલાઇના દિવસે ઇઝરાયેલમાં તેલ અવીવ ખાતે કોમ્યુનિટી રિસેપ્શન કાર્યક્રમ યોજાશે. ઇઝરાયેલમાં કોઇ ભારતીય નેતાને આવરી લેતા આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ થનાર છે. સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પહેલા રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં બોલિવુડના પ્લેબેક સિંગર સિખવિન્દર સિંહ પોાના કાર્યક્રમને રજૂ કરનાર છે. ભારતીય જનતા પાર્ટીના વિદેશી મામલાના પ્રભારી વિજય ચૌથાઇવાલાએ કહ્યુ છે કે નોંધણીની સંખ્યા ૫ હજાર સુધી પહોંચીગઇ છે. અમેરિકાના મેડિસન સ્કવેયરમાં વર્ષ ૨૦૧૪માં થયેલા ઇવેન્ટની સંખ્યામાં આ સંખ્યા ઓછી છે પરંતુ ઇજરાયેલમાં ભારતીય લોકોની સંખ્યાને જોતા આને ખુબ મોટા ઇવેન્ટ તરીકે ગણવામાં આવે છે. પહેલા માનવામાં આવી રહ્યુ હતુ કે વધુમાં વધુ ૪૦૦૦ લોકો પહોંચી શકે છે. અત્રે નોંધનીય છે કે ઇઝરાયેલમાં ભારતીય સમુદાયના લોકોની સંખ્યા ૮૫૦૦૦ જેટલી છે. આમાંથી મોટી સંખ્યા એવા લોકોની છે જે ૫૦ અને ૬૦ના દશકમાં ત્યાં જતા રહ્યા હતા અને હમેંશા માટે ત્યાંના થઇ ગયા છે. ખુબ ઓછા ભારતીય નાગરિકો છે. જેમાં કેરળની નર્સ, કેટલાક વિદ્યાર્થીઓ અને હિરાના કારોબાર કરનાર ગુજરાતી પરિવારો છે. મોદીના બીજા દેશોમાં થયેલા કોમ્યુનિટી ઇવેન્ટમાં મોટા ભાગના એનઆરઆઇ સામેલ થયા હતા. ઇઝરાયેલમાં કોમ્યુનિટી રિસેપ્શનમાં મોટા ભાગના લોકો પીઆઇઓ રહેશે. જે ભારતના પાસપોર્ટ ધારક નથી. પીઆઇઓની દ્રષ્ટિએ આ મોદીના સૌથી મોટા ઇવેન્ટ તરીકે રહી શકે છે. મોદી ઇઝરાયેલની યાત્રા કરનાર પણ પ્રથમ વડાપ્રધાન રહેશે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પણ સામેલ થાય તેવી શક્યતા છે.

Related posts

लड़की को ‘कॉल गर्ल’ कहना आत्महत्या के लिए उकसाना नहीं : सुप्रीम

aapnugujarat

કોંગ્રેસ-લેફ્ટ સાથે અમારા મુકાબલો રાજ્યમાં, રાષ્ટ્રીય સ્તરે અમે એક : મમતા બેનર્જી

aapnugujarat

ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર વડાપ્રધાન મોદીને મળશે

editor

Leave a Comment

UA-96247877-1