Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં કોરોના સંક્રમણ રોકવા આરોગ્ય સર્વેની શરૂઆત

પંચમહાલ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને રોકવા માટે મોટાપાયે ટેસ્ટિંગ હાથ ધરી સંક્રમિત વ્યક્તિઓને વહેલી તકે અલગ તારવવાની વ્યૂહરચના અંતર્ગત ગોધરા શહેરમાં આજથી ડોર-ટુ-ડોર મેગા આરોગ્ય સર્વે અને ટેસ્ટિંગ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ગોધરામાં સંક્રમણનો વ્યાપ અને ઝડપ ઘટાડવા માટે શહેરના પાંચ વોર્ડ- ૨,૫,૯,૧૦, અને ૧૧ વિસ્તારની સોસાયટીઓમાં આજથી ૩૦/૦૮/૨૦૨૦ સુધી આરોગ્યની ૫૫ ટીમો દ્વારા સઘન મેડિકલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે ડ્રાઈવના પ્રથમ દિવસે પોલન બજાર ખાતેની ઉર્દૂ કુમાર શાળા સહિતના ટેસ્ટિંગ કેન્દ્રોની મુલાકાત લઈ ટેસ્ટિંગની કામગીરી તેમજ વિવિધ વિસ્તારોમાં હાથ ધરાઈ રહેલ સર્વેની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના-માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શાહે ગોન્દ્રા ખાતેના પરીક્ષણ કેન્દ્રની મુલાકાત લઈ ડોર-ટુ-ડોર સર્વે કરી રહેલી ટીમોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ વિસ્તારોમાં કાર્યરત દરેક ટીમ પ્રતિદિન ૧૦૦થી વધુ ઘરોની મુલાકાત લઈ આરોગ્ય સર્વે કરશે. શહેરના નાગરિકોમાં ટેસ્ટિંગના ભયને દૂર કરવા જિલ્લા કલેકટર અને નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સૌપ્રથમ ટેસ્ટ કરાવવામાં આવ્યાં હતાં. કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે માટે જિલ્લાના ક્લાસ વન અધિકારીઓની લાયઝન ઓફિસર્સ અને સુપરવાઈઝર્સ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

સુરેન્દ્રનગર ખાતે ‘રોજગાર દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

editor

કુબેરનગરમાં ૫૦ લાખની ચોરી

editor

અનંત ચતુર્દશી પર વિસર્જન માટે ૩૪ કુંડની વ્યવસ્થા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1