Aapnu Gujarat
ગુજરાત

ગુનાની દુનિયાના જય-વીરૂ પકડાયા

ફિલ્મી જગતમાં જય અને વિરુની જોડી ખૂબ પ્રચલિત છે ત્યારે આવી જ એક જોડી અમદાવાદની ગુનાની દુનિયામાં પણ ફેમસ છે. આવા જ જય અને વિરુને દરિયાપુર પોલીસે ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનામાં પકડ્યા છે. બને શખ્સોએ એ વર્ષ ૨૦૦૪થી જ ગુનાને અંજામ આપવાનું શરૂ કર્યું હતું અને ચોરીના મુદ્દામાલથી જુગાર રમતા અને મોજશોખ પુરા કરતા હતા.સીસીટીવીમાં સ્પોર્ટી બાઇક પર બે શખ્સો પૂરઝડપે આવી અને નીકળતા નજરે પડી રહ્યા છે. આ સીસીટીવી અમદાવાદ ના વટવા જીઆઇડીસી વિસ્તારના છે અને આ બને શખ્શો ગુનાની દુનિયામાં જય વિરુ ના નામથી ઓળખાય છે.જેમના સાચા નામ છે શાહિદ કુરેશી અને નવાઝ ઉર્ફે ઝીણીયો પઠાણ છે. સીસીટીવી માં દેખાતા આ બને શખ્શો ચેઇન સ્નેચિંગ કરીને ભાગી રહ્યા છે. સેકન્ડો માં જ આ જય અને વિરુ મહિલાઓના ગળામાંથી લાખોની કિંમતના ગાડીના તફડાવી ફરાર થઈ જાય છે. જેને હાલ દરિયાપુર પોલિસે ઝડપી લીધા છે.આ બંને આરોપીઓ પહેલાં વાહન ચોરતા અને બાદમાં તે જ વાહન પર જઈને ચેઇન સ્નેચિંગ કરી ૧૨૦ ની સ્પીડે બાઇક દોડાવી ફરાર થઈ જતા હતા.
અત્યાર સુધીમાં આ બને આરોપીઓ ૨૦થી વધુ ગુના આચરી ચુક્યા છે. જય અને વિરુ વર્ષ ૨૦૦૪ થી જ વાહન ચોરી કરતા હતા.બંને લોકોએ વાહન ચોરી કર્યા બાદ ચેઇન સ્નેચિંગના ગુના આચરવાનું શરૂ કર્યું હતું. આ બને આરોપીઓ દરિયાપુરમાં પણ એક જ વિસ્તારમાં રહે છે અને જુગાર રમવા માટે તથા મોજશોખ પૂરા કરવા આ ગુનાને અંજામ આપતા હતા. અત્યારસુધીમાં પાલડી, ઘાટલોડિયા, ઓઢવ, આનંદનગર, વસ્ત્રાપુર, નવરંગપુરા, એલિસબ્રિજ, યુનિવર્સિટી, મણિનગર, કાલુપુર, સરદાર નગર, હવેલી, કાગડાપીઠ, વાડજ, શાહીબાગ, ઇસનપુર જેવા શહેરના તમામ વિસ્તારોમાં આતંક મચાવી ચુક્યા છે.૨૦ ગુનામાં પકડાયેલા આ બને ની બે વાર પાસા પણ થઈ ચૂકી છે. આ બને આરોપીઓની પૂછપરછ માં એવું સામે આવ્યું છે કે સહેજાદ નામના વ્યક્તિને ચોરીનો મુદ્દામાલ વેચી દેતા હતા. તાજેતરમાં જીઆઈડીસીમાં જે ચેઇન લૂંટી હતી તેના ૪૧ હજાર રૂપિયા પણ તેઓને મળ્યા હતા અને તેનો જુગાર રમીને વાપરી નાખ્યા હતા. ત્યારે વધુ પૂછપરછમાં અનેક ભેદ ઉકેલાય તેવી પણ શકયતા રહેલી છે.

Related posts

કાંકરીયા કાર્નિવલને હેરીટેજ થીમની સાથે આવરી લેવાશે

aapnugujarat

ડભોઇ માં યોજાયો મતદાર જાગૃતિ કાર્યકમ

editor

PSIમાંથી પીઆઇ તરીકેના પ્રમોશન સામે સ્ટે દૂર કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1