Aapnu Gujarat
બિઝનેસ

એસબીઆઈએ શરૂ કરી નવી એટીએમ સર્વિસ

કોરોના સંકટ વચ્ચે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ પોતાના ગ્રાહકો માટે નવી એટીએમ સર્વિસ શરૂ કરી છે. આ હેઠળ તમારે માત્ર એસબીઆઈને વોટ્‌સઅપ મેસેજ અથવા કોલ કરવાનો છે અને એક મોબાઈલ એટીએમ તમારા બતાવેલા લોકેશન પર પહોંચી જશે. એસબીઆઈએ આને ડોરસ્ટેપ એટીએમ સર્વિસ નામ આપ્યું છે. દેશની સૌથી મોટી બેન્કે આ સુવિધા પોતાના ગ્રાહકોને કોરોના વાયરસથી બચાવી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ અકબંધ રાખવા માટે શરૂ કરી છે.
એસબીઆઈના લખનઉ સર્કિલના ચીફ જનરલ મેનેજર અજયકુમાર ખન્નાએ જણાવ્યું કે, એસબીઆઈ ડોરસ્ટેપ એટીએમ સર્વિસ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, લખનઉમાં આ સેવા ૧૫ ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે. હવે એસબીઆઈ ગ્રાહકોએ માત્ર વોટ્‌સઅપ મેસેજ કરવાનો છે અથવા કોલ કરવાનો છે. ત્યારબાદ બધી અમારી જવાબદારી.
એસબીઆઈએ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે જુલાઈ ૨૦૨૦થી લાગુ થઈ જશે. એસબીઆઈની મોટાભાગની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, બેન્કે મેટ્રો સિટીમાં સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને એક મહિનામાં ૮ ફ્રી ટ્રાન્જેક્શનની છૂટ આપી છે. તેમાંથી ૫ ટ્રાંજેક્શન એસબીઆઈના એટીએમ અને ૩ કોઈ પણ અન્ય બેન્કના એટીએમમાંથી કરી શકાશે. નોન-મેટ્રો સિટી માટે આ છૂટ ૧૦ ટ્રાંજેક્શનની કરી દેવામાં આવી છે. તેમાં ૫ એસબીઆઈ એટીએમ અને ૫ ટ્રાન્જેક્શન કોઈ અન્ય બેન્કના એટીએમમાંથી કરી શકાશે.દેશની સૌથી મોટી બેન્ક પોતાના ગ્રાહકો માટે ઘરના દરવાજા સુધી બેન્કિંગ સર્વિસ પહોંચાડે છે. બેન્કની ડોરસ્ટેપ ડિલિવરી સર્વિસ હેઠળ ગ્રાહકોના ઘર સુધી રોકડ રકમ પહોંચાજવામાં આવશે. હાલમાં આ સેવા વરિષ્ઠ નાગરીકો અને દિવ્યાંગો માટે ઉપલબ્ધ છે. એસબીઆઈના ગ્રાહકોને પસંદગીની શાખામાં આ સેવા ઉપલબ્ધ થશે. ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસમાં બેન્ક માત્ર તમારા ઘર સુધી જ કેશ પહોંચાડવાની સર્વિસ નહીં આપે. તેમાં કેશ પિકઅપ, કેશ ડિલિવરી, ચેક પિકઅપ, ફોર્મ-૧૫એચ પિકઅપ, ડ્રાફ્ટની ડિલેવરી સહિત અનેક સેવાઓ સામેલ કરવામાં આવી છે.

Related posts

प्रैट एंड व्हिटनी इंजन वाले इंडिगो के विमानों में तकनीकी गड़बड़ी का सिलसिला जारी

aapnugujarat

જીડીપી ગ્રોથ ૬.૫ ટકાની આસપાસ રહેશે : સરકાર

aapnugujarat

જેટના સ્લોટને હાંસલ કરવા સ્પાઈસ અને એઆઈ તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1