Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાન ઈઝરાયેલ સાથે કોઈ કરાર નહીં કરે : ઈમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સરકારના બે વર્ષ પૂર્ણ થયા બાદ સ્વીકાર્યું છે કે પાકિસ્તાનનું ભવિષ્ય હવે ચીનની દયા પર જ ટકેલું છે. તેમણે જણાવ્યું છે કે, પાકિસ્તાન આગામી દિવસોમાં યુએઈની જેમ ઈઝરાયેલની સાથે કોઈ શાંતિ કરાર કરશે નહીં. ઈમરાને સાઉદી અરબ અને પાકિસ્તાનના સંબંધોની વચ્ચે તણાવની વાતને વખોડતા જણાવ્યું કે, સાઉદી અરબ અમારા પ્રમુખ મિત્રોમાંથી એક છે.
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાને જણાવ્યું કે, ઈઝરાયેલને લઈને અમારી નીતિ સ્પષ્ટ છે. કાયદે આઝમ (મોહમ્મહ અલી જીન્નાહ)એ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ત્યાં સુધી ઈઝરાયેલને નહીં સ્વીકારે જ્યાં સુધી પેલેસ્ટાઈનના લોકોને અધિકાર અને એક સ્વતંત્ર દેશ નથી મળી જતું. પાકિસ્તાન અને ઈઝરાયેલની વચ્ચે રાજદ્વારી સંબંધ નથી અને તેમના વિમોનેને એકબીજાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.
તેમણે જણાવ્યું હતું કે, જો અમે ઈઝરાયેલને માન્યતા આપીએ છીએ તો પેલેસ્ટાઈનના લોકો પર કરવામાં આવેલા અત્યાચારોને અવગણીએ છીએ તો અમારી કાશ્મીરને પણ છોડવું પડષે જે અમે કરી શકતા નથી.
તેમણે એવી ધારણાને પણ ફગાવી કે કાશ્મીર મુદ્દાને લઈને પાકિસ્તાન અને સાઉદી અરબના સંબંધોની વચ્ચે તણાવ છે.

Related posts

ચીન સાથેની મિત્રતાના ગુણગાન ગાતા ઈમરાન ખાનનું ચીનમાં અપમાન

aapnugujarat

हांगकांग पुलिस ने प्रदर्शनकारियों पर गोलियां चलायी

aapnugujarat

કાબુલમાં બોમ્બ બ્લાસ્ટમાં ૫૫નાં મોત

editor

Leave a Comment

UA-96247877-1